નવી દિલ્હી: આજકાલ બજારમાં તમામ એવી બાઇક છે જે હવા સાથે વાત કરે છે, એટલે કે ફાસ્ટ દોડે છે. પરંતુ એવી પણ બાઇક છે જે હવા સાથે વાત કરવાની સાથે-સાથે હવાથી ચાલે છે. જી હાં આ બાઇકની ટંકીમાં પેટ્રોલ નહી પરંતુ હવા ભરવામાં આવશે. હવાથી ચાલતી બાઇકની શોધ કરી લેવામાં આવી છે અને તેનો સફળતાપૂર્વક પ્રયોગ પણ કરી ચૂક્યા છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi 15 જુલાઇના રોજ લોન્ચ કરશે વાયરલેસ હેન્ડસેટ, જાણો તેના ફીચર્સ


oppo એ લોન્ચ કરી મેશ ટોક ટેક્નોલોજી, 3Km સુધી નેટવર્ક અને બ્લ્યૂટૂથથી વાત કરી શકશે યૂઝર


પ્રદૂષણ પર લગાશે લગામ
ઉત્તર પ્રદેશ રાજકીય નિર્માણ નિગમમાં ચીફ જનરલ મેનેજર રહી ચૂકેલા ભારત રાજ સિંહે હવાથી એનર્જી તૈયાર કરનાર આ એન્જીનને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બીઆર સિંહ હાલ એક એન્જીનિયરિંગ કોલેજમાં એસોસિએટ ડાયરેક્ટર છે. તેમણે કહ્યું કે આ આવિષ્કાર જ્યારે રોડ પર આવશે તો પ્રદૂષણ પર 50 ટકા સુધી લગામ લાગી જશે. 

ફક્ત 666 રૂપિયામાં લઇ જાવ Hero Splendor plus, ઓફર ફક્ત થોડા સમય માટે


5 રૂપિયામાં 40 કિમીની સફર
આ આવિષ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય ગાડીઓના પેટ્રોલ-ડીઝલના એન્જીનને બદલીને તેમાં હવાથી ચાલનાર એન્જીન લગાવવાનું છે. આ એન્જીન ખર્ચ પણ ખૂબ ઓછો આવશે. તેમણે જણાવ્યું કે તેમણે પોતે એલ્યુમીનિયમનું સિલેન્ડર બ આઇક બનાવીને તેને એરો બાઇકમાં લગાવ્યું છે. આ પ્રયોગમાં સૌથી પહેલાં ટૂ-વ્હીલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટૂ-વ્હીલરમાં એર એન્જીન લગાવતાં બાઇક 5 રૂપિયામાં 40 કિલોમીટર સુધીનું અંતર કાપશે. હવાથી ચાલ્યા બાદ પણ બાઇકની સ્પીડ પર કોઇ અસર નહી પડે. એરો બાઇકને 70-80 કિમી/કલાક સરળતથી ચલાવી શકાશે. ભારત રાજ સિંહે પોતાના આ આવિષ્કારને મંજૂરી માટે સરકાર પાસે મોકલવામાં આવ્યો છે.