નવી દિલ્હી: આધાર કાર્ડ (Aadhaar) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી કરવામાં આવે છે. તેમાં કાર્ડધારકની બધી માહિતી શામેલ છે. આધારમાં બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક રેકોર્ડ્સ પણ શામેલ છે. આધારને લગતી કોઈ ફરિયાદ અથવા સુધારા માટે દુકાનોની મુલાકાત લેવાની જરૂર નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આ Web Browsersનો કરો છો ઉપયોગ તો થઈ જાઓ સાવધાન, Microsoftએ આપી ચેતવણી


mAadhaar Appનો ઉપયોગ
યુઆઇડીએઆઇ (UIDAI) આધારકાર્ડ ધારક ડિજિટલ માધ્યમ દ્વારા ઘણી સુવિધાઓ પણ મેળવી શકે છે. આ માટે, તમારે આધાર મોબાઇલ એપ્લિકેશન (mAadar App)નો ઉપયોગ કરવો પડશે.


આ પણ વાંચો:- હવે યુટ્યૂબ પર નહીં કરી શકો અભદ્ર કોમેન્ટ, લોન્ચ થયું નવું ફીચર્સ


mAadhaar Appની સુવિધાઓ


  1. mAadhaar App દ્વારા તમે આધાર ડાઉનલોડ કરી શકો છો.

  2. આધારનું સ્ટેટસ ચેક કરી શકો છો.

  3. આધાર રિપ્રિન્ટ માટે ઓર્ડર કરી શકો છો.

  4. આધાર કેન્દ્રની જાણકારી મેળવી શકો છો.

  5. એડ્રેસ અપડેશન.

  6. ઓફલાઇન ઈ-કેવાયસી ડાઉનલોડ.

  7. સ્કેન ક્યૂઆર કોડ.

  8. વેરિફાય આધાર.

  9. આધાર લોકિંગ, બાયોમેટ્રિક લોકિંગ/અનલોકિંગ.

  10. ઓટીપી જનરેશન.

  11. પ્રોફાઇલ અપડેટ

  12. ક્યૂઆર કોડ શેરિંગ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube