પેરિસઃ વિશ્વ આર્થિક મંચ (ડબલ્યૂઈએફ)ના એક અભ્યાસ અનુસાર વર્ષ 2025 સુધી રોબોટ હાલના કાર્યભારમાંથી 52 ટકા કામ સંભાળવા લાગશે, જે અત્યારની તુલનામાં બે ગણું હશે. ડબ્લ્યૂઈએફે સોમવારે એક અભ્યાસ જાહેર કર્યો હતો. મંચનું અનુમાન છે કે મામવો માટે નવી ભૂમિકાઓમાં ઝડપથી વધારો જોઈ શકાય છે. આ સાથે નવા મશીનો તથા કમ્પ્યૂટર કાર્યક્રમોની સાથે આપણે કેમ કાર્ય કરીએ અને તેની ગતીની સાથે તાલમેલ બેસાડવા, તે માટે માનવીએ પોતાના કૌશલનો અભ્યાસ કરવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વિસ સંગઠને કહ્યું કે, આજે મશીનોના માધ્યમથી જ્યાં 29 ટકા કાર્ય થાય છે તો 2025 સુધી હાલના કાર્યભારોમાં આશરે અડધું કામ મશીનોથી સંપન્ન થશે. જિનેવાની નજીક સ્થિત ડબલ્યૂઈએફને ધનવાનો, નેતાઓ અને ઉદ્યોગપતિઓની વાર્ષિક સભા માટે જાણવામાં આવે છે, જેનું આયોજન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં થાય છે. 


આ અભ્યાસ અનુસાર ઈ-કોમર્સ તથા સોશિયલ મીડિયા સહિત સેલ્સ, માર્કેટિંગ અને ગ્રાહક સર્વિસ જેવી નોકરીઓમાં માનવ કૌશલની જરૂરીયાત હોય છે તેમાં માનવ કૌશલમાં વધારો જોઈ શકાય છે. આ રીતે ચરનાત્મકતા, આલોચનાત્મક વિચાર અને જાગૃતિ જેવા કાર્યોમાં પણ માનવ કૌશલ બન્યું રહેશે.