7-8 સીટર કાર છોડો! મહિન્દ્રા જલ્દી લોન્ચ કરશે આ 9 Seater SUV,જાણો કિંમત અને ફીચર્સ
Mahindra Bolero Neo Plus: મહિન્દ્રા બોલેરો નિયો પ્લસનો ટેસ્ટિંગ ફેઝ પૂરો થઈ ગયો છે, જે હવે લૉન્ચ માટે તૈયાર છે. જો કે, કાર નિર્માતા દ્વારા સત્તાવાર રીતે લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ એસયુવી સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની સંભાવના છે.
Mahindra Bolero Neo Plus Launch Soon: મહિન્દ્રા બોલેરો નિયો પ્લસનો ટેસ્ટિંગ ફેઝ પૂરો થઈ ગયો છે, જે હવે લોન્ચ માટે તૈયાર છે. જો કે, કાર નિર્માતા દ્વારા સત્તાવાર લોન્ચ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી પરંતુ એસયુવી સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની સંભાવના છે. તેની કિંમત લગભગ 10 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. નવી મહિન્દ્રા બોલેરો નિયો પ્લસ 7 વેરિઅન્ટમાં લોન્ચ થઈ શકે છે, જેમાં એમ્બ્યુલન્સ મોડલ પણ સામેલ હશે.
ખરીદદારોને 7-સીટર અને 9-સીટર કન્ફિગરેશન ઓપશન મળશે. બોલેરો નીઓની તુલનામાં, નિયો પ્લસની લંબાઈ વધુ હશે, તે 4,400 મીમી લાંબી હોઈ શકે છે. જો કે, હાલના 2,680 mm વ્હીલબેઝને જાળવી રાખવામાં આવશે. SUV ની એકંદર પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 1,795 mm અને 1,812 mm હોઈ શકે છે.
નવી Mahindra Bolero Neo Plusમાં 2.2L ડીઝલ એન્જિન આપવામાં આવી શકે છે. આ એન્જિન સ્કોર્પિયો-એનને પણ પાવર આપે છે પરંતુ તેને ફરીથી ટ્યુન કરવામાં આવશે, જેનાથી તે લગભગ 120bhp પાવર ઉત્પન્ન કરવામાં સક્ષમ બનશે. ટ્રાન્સમિશન માટે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવી શકે છે. SUVમાં 2WD સિસ્ટમ મળશે. તેને મહિન્દ્રા બોલેરો નિયોથી અલગ કરવા માટે નાના કોસ્મેટિક ફેરફારો પણ કરવામાં આવશે.
Mahindra Bolero Neo Plusમાં મોટા ભાગના ફીચર્સ એ જ હશે, જે Bolero Neoમાં આવે છે. આમાં 2-DIN ઑડિયો સિસ્ટમ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, વૉઇસ મેસેજિંગ સિસ્ટમ, 7.0-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઇલેક્ટ્રિક પાવર્ડ ORVM, ડ્રાઇવર અને કો-ડ્રાઇવર માટે આર્મરેસ્ટ, ફેબ્રિક અપહોલ્સ્ટરી, ડ્યુઅલ એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર્સ અને ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ પણ મળશે..
આ પણ વાંચો:
વડતાલ મંદિરમાં શરૂ થયો ભવ્ય હિંડોળા મહોત્સવ, મંદિરના 200 વર્ષના ઈતિહાસને રજૂ કરાયો
આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ
કયા દેશમાં થાય છે શ્વાનની પૂજા? નામ જાણશો તો આશ્ચર્યચકિત થશો, કારણ પણ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube