નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે હંમેશાથી મિડ-સાઇઝ એસયુવીની ડિમાન્ડ વધુ રહી છે. મિડ-સાઇઝ સેગમેન્ટમાં મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા XUV700,ટાટા હેરિયર અને ટાટા સફારી જેવી એસયુવી સૌથી વધુ પોપુલર છે. હવે પાછલા નાણાકીય વર્ષ એટલે કે 2023-24 માં થયેલી મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટના વેચાણના ડેટા જાહેર થયા છે. એકવાર ફરી મહિન્દ્રા સ્કોર્પિયોએ FY 2023-24 ના વેચાણમાં ટોપ પોઝીશન હાસિલ કરી છે. આ દરમિયાન મહિન્દ્રા સ્કોર્પિયોના કુલ 1,41,462  યુનિટનું વેચાણ થયું. આ સાથે મિડ-સાઇઝ એસયુવી સેગમેન્ટમાં મહિન્દ્રા સ્કોર્પિયોનો માર્કેટ શેર વધી 47.96 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચમાં નંબર પર રહી ટાટા સફારી
એસયુવી વેચાણના આ લિસ્ટમાં બીજા નંબર પર મહિન્દ્રા  XUV700 રહી. આ દરમિયાન મહિન્દ્રા  XUV700 ના કુલ 79398 યુનિટનું વેચાણ થયું. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને એમજી હેક્ટર રહી. એમજી હેક્ટરના આ દરમિયાન કુલ 27435 યુનિટ વેચાયા હતા. તો ચોથા નંબર પર કુલ 24701 યુનિટ એવયુવીના વેચાણ સાથે ટાટા હેરિયર રહી. જ્યારે પાંચમાં નંબર પર 21944 યુનિટની સાથે ટાટા સફારી રહી છે. 


આ પણ વાંચોઃ ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે


જો મહિન્દ્રા સ્કોર્પિયો N ના પાવરટ્રેનની વાત કરીએ તો ગ્રાહકોને તેમાં 2 એન્જિન વિકલ્પ મળે છે. પ્રથમ 2.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનથી લેસ છે, જે  203bhp નો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે બીજું 2.2 લીટર ટર્બો ડીઝલ એન્જિનથી લેસ છે જે મહત્તમ 175bhp નો પાવર જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે મહિન્દ્રો સ્કોર્પિયો ક્લાસિકમાં 2.2 લીટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 132bhp નો મહત્તમ પાવર અને  300Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.


આટલી છે સ્કોર્પિયોની કિંમત
નોંધનીય છે કે સ્કોર્પિયો એનની શરૂઆતી એક્સ શો-રૂમ કિંમત 13.60 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 24.54 લાખ રૂપિયા સુધી જાય છે. તો મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 13.59 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 17.35 લાખ રૂપિયા સુધી જાય છે.