નવી દિલ્હી: Mahindra એ પોતાની ઓફ-રોડ એસયૂવી Thar નું લિમિટેડ એડિશન મોડલ લોન્ચ કર્યું છે. Mahindra Thar 700 નામથી આવેલી આ એસયૂવીની કિંમત 9.99 લાખ રૂપિયા છે. આ કિંમત સ્ટાડર્ડ થારથી લગભગ 50 હજાર રૂપિયા વધુ છે. કંપની એવી ફક્ત 700 ગાડીઓ બનાવશે, જે હાલની જનરેશન થારની અંતિમ 700 યૂનિટ પણ હશે, કારણ કે ત્યારબાદ કંપની નવી-જનરેશન થાર લોન્ચ કરશે.  

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફિસમાં કલીગ સાથે થઇ ગયો છે પ્રેમ, તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો


મહિંદ્વા થાર 700માં સૌથી ખાસ છે તેના ફ્રંટ ફેંડરની ઉપર આપવામાં આવેલો સ્પેશિયલ બેજ. આ બેજ મહિંદ્વા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્વાની સિગ્નેચર છે. આ સ્પેશિયલ એડિશન થાર બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે, જેમાં નેપોલી બ્લેક શેડ અને એક્વા મરીન સામેલ છે. 


આ ઉપરાંત અન્ય પરિવર્તનોની વાત કરીએ તો સ્પેશિયલ એડિશન થાર 700માં ગ્રિલ પર બ્લેક ફિનિશ, સાઇડ અને બોનેટ પર સ્ટિકર, નવી સ્ટાઇલિશ 5-સ્પોક એલોય વ્હીલ્સ અને બંપર પર સિલ્વર ફિનિશ આપવામાં આવ્યું છે. ઇંટીરિયરની વાત કરીએ, તો તેમાં થારની બ્રાડિંગ સાથે નવી લેધર સીટ કવર્સ આપવામાં આવ્યા છે, જે શાનદાર લાગી રહ્યા છે. 

નોકરી માટે અમેઝોન ભારતીયોની સૌથી ફેવરિટ કંપની, માઇક્રોસોફ્ટ બીજા સ્થાને


સ્પેશિયલ એડિશન થાર 700માં એબીએસ પણ
1 એપ્રિલથી લાગૂ થયેલા નવા સેફ્ટી નોર્મ્સને જોતાં થાર 700માં એબીએસ (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઓફ-રોડ એસયૂવીમાં કોઇ બીજા મિકેનિકલ ફેરફાર કરવામાં નથી. સ્પેશિયલ એડિશન થાર ફક્ત 2.5 લીટર, CRDe 4-સિલિંડર, ટર્બોચાર્ઝ્ડ ડીઝલ એન્જીનમાં જ ઉપલબ્ધ છે. આ એન્જીન 105 bhpનો પાવર અને 247 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જીન 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.  

આવી રહી છે Honda e ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરતાં દોડશે 200 કિમી


બુકિંગ પણ શરૂ 
લિમિટેડ એડિશન મહિંદ્વા થાર 700નું બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. કંપનીની ડિલરશિપ પર અને ઓફિશિયલ વેબસાઇટ પરથી તેનું બુકિંગ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઇએ કે નેકસ્ટ જનરેશન થાર લાવવાની તૈયારીમાં છે. કંપનીએ તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી જનરેશન થારને વર્ષ 2020ના ઓટો એક્સપોમાં રજૂ કરવાની સંભાવના છે.