સ્વતંત્રતા દિવસના અવસરે 15 ઓગસ્ટના રોજ ઓટો સેક્ટરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. લાંબી વાટ જોવડાવ્યા બાદ એસયુવી મહિન્દ્રા થાર 5 ડોરવાળી લોન્ચ થઈ ગઈ છે. Mahindra Thar Roxx નામની આ એસયુવી ભારતીય બજારમાં આખરે લોન્ચ થઈ ગઈ છે. કંપનીએ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ ગાડી કયા કયા કલરમાં મળશે. હવે કિંમતનો પણ ખુલાસો કરી દીધો છે. જાણો આ કારની કિંમત અને ફીચર્સ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી કિંમત
Thar Roxx નું બુકિંગ 3 ઓક્ટોબરથી શરૂ થશે. લોકોને આ કારની ડિલિવરી દશેરાથી શરૂ થશે. 14 સપ્ટેમ્બરથી ગ્રાહકો શોરૂમમાં જઈને ટેસ્ટ ડ્રાઈવ લઈ શકે છે. નવી થારની મેન્યુઅલ પેટ્રોલ બેસ મોડલની કિંમત 12.99 લાખ (એક્સ શોરૂમ) રૂપિયા છે. જ્યારે મેન્યુઅલ ડીઝલ બેસ મોડલની શરૂઆતની કિંમત 13.99 લાખ (એક્સ શોરૂમ) છે. કિંમતની જાહેરાત થયાના અવસરે અભિનેતા જ્હોન અબ્રાહમ પણ ઈવેન્ટમાં હાજર હતો. 


Mx3 વેરિએન્ટની કિંમતોનો પણ ખુલાસો થઈ ગયો છે. મેન્યુઅલ કારની કિંમત 14.99 લાખ (એક્સ શો રૂમ) રૂપિયા છે, જ્યારે ઓટોમેટિક મોડલ 15.99 લાખ (એક્સ શોરૂમ) રૂપિયામાં મળશે. Mx5 વેરિએન્ટની કિંમત 16.99 લાખ રૂપિયા નક્કી કરાઈ છે. AX5L વેરિએન્ટ 18.99 લાખ રૂપિયાની છે. જ્યારે Ax7L ડીઝલ મેન્યુઅલની કિંમત 18.99 લાખ (એક્સ શોરૂમ) રૂપિયા છે. 


દમદાર ફીચર્સ
5 બારણાવાળી થાર કારમાં 3 ડોર થારની સરખામણીએ મોટો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે.  Thar Roxx માં 644 લીટરનો બૂટ સ્પેસ મળશે. જ્યારે જૂની થારમાં સ્પેસ અને કમ્ફર્ટની ફરિયાદો હતી. જેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થયો છે. આ ઉપરાંત  Thar Roxx માં ADAS લેવલ 2 સેફ્ટી ફીચર્સ છે. આ સાથે જ તેમાં 9 હાઈ પરફોર્મન્સ સ્પીકર છે જે મ્યુઝિકનો શાનદાર અનુભવ આપે છે. 


તેમાં  fully Digital instrumental કંસોલ છે. આ ઉપરાંત વેન્ટિલેટેડ સીટ, હર્મન કાર્ડન ઓડિયો સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ ફીચર્સ, 360 કેમેરા વ્યૂ અને બ્લાઈન્ડ સ્પોટ વ્યૂનો ફીચર મળશે. નવી થાર સનરૂફ, સોફ્ટ ટચ અપ અને ADAS લેવલ 2 સેફ્ટી ફીચર્સ સાથે આવે છે. તમે ADRENOX કનેક્ટ એપથી 80થી વધુ કનેક્ટેડ ફીચર્સ એક્સેસ કરી શકો છો. 


2 રંગમાં આવી છે કાર
કંપનીએ આ કારને 2 નવા કલર સાથે રજૂ કરી છે. નવા કલર્સમાં વ્હાઈટ અને બ્લેક સામેલ કરાઈ છે. પહેલેથી આ કાર બ્લેક કલરમાં તો મળતી હતી  પણ હવે વ્હાઈટ કલરમાં પણ મળશે. એટલે કે કાર સફેદ અને કાળા બે રંગમાં મળશે. 


કંપનીએ ફોટો બહાર પાડીને જાણકારી આપી હતી કે આ કારમાં પેનારોમિક સનરૂફ મળી રહ્યું છે. આ અગાઉ આ કારમાં પેનારોમિક સનરૂફ નહતું. આ વખતે કંપની તરફથી 5 ડોર થારમાં નવું ડિજિટલ ડિસ્પ્લે મળશે. આ પહેલીવાર મળશે તેનાથી ડ્રાઈવરને કાર ચલાવવા અને આસિસ્ટન્સ કરાવવામાં સરળ થશે. આ કારમાં ટેક સેવી ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ મળે છે. તેમાં નેવિગેશન સહિત અનેક ફીચર્સ મળે છે. આ સિવાય કારમાં સોફ્ટ લેધર ડેશબોર્ડ મળશે. તેમાં કેબિનનો એક લક્ઝરી અહેસાસ મળે છે. 


કંપની તરફથી જે ડિટેલ્સ રિવીલ કરાઈ છે તેમાં એ પણ જણાવવામાં આવ્યું છેકે આ કારમાં હરમન કાર્ડન મ્યુઝિક સિસ્ટમ મળે છે. હરમનનો ઓડિયો સાઉન્ડ સિસ્ટમ પોતાની ક્વોલિટી અને ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ માટે જાણીતો છે. કારમાં ફ્રન્ટમાં કંપનીએ આપી છે વેન્ટિલેટેડ સીટ્સ. પસંદગીની કારોમાં આ ફીચર મળે છે અને હવે નવી થારમાં પણ ગ્રાહકોને વેન્ટિલેટેડ સીટ્સ મળશે.