લોકોના દિલો પર રાજ કરવા આવી રહી છે 3 નવી SUV,લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો તેની ખાસિયત
ભારતીય ગ્રાહકોને છેલ્લા કેટલાક વર્ષોથી એસયુવી સેગમેન્ટની કારો ખુબ પસંદ આવી રહી છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડઈની ક્રેટા, કિયા સેલ્ટોસ, ટાટા નેક્સન અને મારૂતિ સુઝુકીની બ્રેઝા જેવી એસયુવી ખુબ પોપુલર છે.
નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે એસયુવી સેગમેન્ટની કારનો દબદબો સતત વધી રહ્યો છે. તેનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે 2024ના પ્રથમ છ મહિનામાં ભારતમાં થનાર કુલ કાર વેચાણમાં 52 ટકા ભાગીદારી માત્ર એસયુવી સેગમેન્ટની રહી છે. આ સેગમેન્ટમાં હ્યુન્ડઈ ક્રેટા, કિયા સેલ્ટોસ, ટાટા નેક્સન, ટાટા પંચ અને મારૂતિ સુઝુકીની બ્રેઝા જેવી એસયુવી ખુબ પોપુલર છે. હવે આ સેગમેન્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા દેશી કાર નિર્માતા કંપની ટાટા મોટર્સ, મહિન્દ્રા અને વિદેશી કંપની સિટ્રોએન જલ્દી પોતાની ધાંસૂ એસયુવી સાથે એન્ટ્રી કરવાની છે. નોંધનીય છે કે તેમાંથી બે એસયુવીની લોન્ચ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. આવો તમને આ ત્રણ એસયુવી વિશે જણાવીએ.
ટાટા કર્વ
ટાટા મોટર્સ આગામી 7 ઓગસ્ટે ભારતીય બજારમાં પોતાની પ્રથમ એસયુવી કૂપે ટાટા કર્વને લોન્ચ કરવા જઈ રહી છે, જે કંપનીની સૌથી સ્ટાઇલિશ રજૂઆત થવાની છે. ટાટા કર્વના ઈલેક્ટ્રિક વેરિએન્ટને પહેલા લોન્ચ કરી શકાય છે અને પછી આવનારા સમયમાં તેને આઈસી એન્જિન, એટલે કે પેટ્રોલ અને ડીઝલ વેરિએન્ટને પણ લોન્ચ કરવામાં આવશે. પાવરફુલ લુક, મોડર્ન ફીચર્સ, ટોપ ક્લાસ સેફ્ટીથી લેસ ટાટા કર્વ મિડસાઇઝ એસયુવી સેગમેન્ટમાં બાકી કંપનીઓ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ જિયોના સૌથી સસ્તા ફોનમાં પણ મળશે હાઈ સ્પીડ ડેટા, ફ્રી ટીવી જેવી સુવિધા, જાણો વિગતો
મહિન્દ્રા થાર રોક્સ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આગામી 15 ઓગસ્ટે દેશ-દુનિયામાં પોતાની 5 ડોર થાર લોન્ચ કરવા જઈ રહી છે, જેનું નામ થાર રોક્સ રાખવામાં આવ્યું છે. 3 ડોરના મોડલને મુકાબલે સારો લુક, ઘણા બધા લેટેસ્ટ ફીચર્સ અને પાવરફુલ એન્જિનની સાથે ઘણી ખુબીઓથી લેસ થઈને આવી રહેલી મહિન્દ્રા થાર રોક્સ ભારતીય એસયુવી બજારમાં ધૂમ મચાવવાની ક્ષમતા ધરાવે છે.
સિટ્રોએન બસાલ્ટ
ફ્રેન્ચ કાર કંપની સિટ્રોએન આગામી 2 ઓગસ્ટે ભારતીય બજારમાં પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરશે, જેનું નામ બસાલ્ટ છે. સિટ્રોએન બસાલ્ટ એસયુવી કૂપે સેગમેન્ટની કાર છે અને તે લુકમાં ખુબ આકર્ષક છે. તેમાં 1.5 લીટરનું પેટ્રોલ એન્જિન મળી શકે છે. ઈન્ટીરિયર અને ફીચર્સના મામલામાં સિટ્રોએન બસાલ્ટ દમદાર હશે.