Mahindra Upcoming Electric SUV: લગભગ-લગભગ તમામ કાર નિર્માતા કંપનીઓ ઇલેક્ટ્રિક કારો પર ફોકસ કરવા લાગી છે. ભારતીય કાર બજારમાં ઘણી ઇલેક્ટ્રિક કાર આવી ગઇ છે અને ટૂંક સમયમાં ઘણી નવી ઇલેક્ટ્રિક કાર આવવાની છે. ઇલેક્ટ્રિક કારોની દોડમાં મહિન્દ્રા પણ પાછળ રહેવાની નથી. રિપોર્ટ્સ અનુસાર મહિન્દ્ર 5 ઇલેક્ટ્રિક એસયૂવી અને ટ્રક પર કામ કરી રહી છે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્રાની યોજના 2026-27 સુધી 5 ઇલેક્ટ્રિક એસયૂવીનો પોર્ટફોલિયો બનાવવાનો છે. તેમાંથી ચાર મોડલ ગ્રાઉન્ડ અપ ઇલેક્ટ્રિક વ્હીકલ હશે જ્યારે પાંચમું મોડલ XUV400હશે, જે XUV300 પર બેસ્ડ ઇલેક્ટ્રિક એસયૂવી હશે પરંતુ તેનાથી મોટી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત ઘરેલૂ એસયૂવી નિર્માતા મહિન્દ્રાની ઇલેક્ટ્રિક મુસાફર વાહનોને લઇને શું રણનિતિ છે, તેનો ખુલાસો કંપની દ્વારા આગામી મહિને લંડનમાં કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર અને બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેંટ સાથે કરાર કર્યો હતો, જેના અંતગર્ત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ સ્થાનિક વાહન ઉત્પાદન કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના નવા ઇલેક્ટ્રિક વાહન એકમ્માં 1,925 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.  


બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર અનુસાર નવી ઇવી કંપની 'ઇવી કો'ના આયોજિત ઉત્પાદન પોર્ટફોલિયો માટે નાણાકીય વર્ષ 2023-24 થી 2026027 વચ્ચે લગભગ 8,000 કરોડ રૂપિયા એટલે કે 1 અરબ ડોલર રોકાણ કરવાની અનુમાન છે. ત્યારે શેર બજારોને આપવામાં આવેલી જાણકારી એમએન્ડએમએ કહ્યું કહ્યું હતું કે બીસીઆઇ 70,070 કરોડ રૂપિયાના મૂલ્યાંકન પર અનિવાર્ય પરિવર્તનીય ઉપકરણોના રૂપમાં 1,925 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે, જેથી નવી કંપનીમાં તેનું 2.75 ટકાથી 4.76 ટકા સુધીનું સ્વામિત્વ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube