Electric Vehicle સેગમેન્ટમાં ધૂમ મચાવવા આવી રહી છે મહિન્દ્રાની આ કાર, ખુબી જાણીને થઈ જશો ખુશ
મહિન્દ્રાએ લગભગ એક દાયકા પહેલાં તમામ નવા ઈલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં e20 લોન્ચ કરી હતી જે મહિન્દ્રા રેવાનો નવો અવતાર હતો. મહિન્દ્રા, જેણે આ તકનો ખૂબ જ ઝડપથી લાભ લીધો છે, તે લાંબા સમય સુધી આ લાભ લઈ શકી નહીં. કારણ કે કંપનીએ ઈલેક્ટ્રિક વાહન લાઈન-અપને આગળ ધપાવ્યું ન હતું. જેની સરખામણીમાં, Tata Motors અને Hyundai India સિવાય, MG Motor Indiaએ પણ બજારમાં ઈલેક્ટ્રિક વાહનો લૉન્ચ કર્યા છે.
નવી દિલ્લીઃ મહિન્દ્રાએ લગભગ એક દાયકા પહેલા તમામ નવા ઈલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં e20 લોન્ચ કરી હતી જે મહિન્દ્રા રેવાનો નવો અવતાર હતો. મહિન્દ્રા, જેણે આ તકનો ખૂબ જ ઝડપથી લાભ લીધો છે, તે લાંબા સમય સુધી આ લાભ લઈ શકી નહીં કારણ કે કંપનીએ ઈલેક્ટ્રિક વાહન લાઈન-અપને આગળ ધપાવ્યું ન હતું. જેની સરખામણીમાં, Tata Motors અને Hyundai India સિવાય, MG Motor Indiaએ પણ બજારમાં ઈલેક્ટ્રિક વાહનો લૉન્ચ કર્યા છે. ભારતમાં મહિન્દ્રા કારને ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને XUV300 તેમાંથી એક છે, જોકે આવનારી ઈલેક્ટ્રિક SUVની કિંમત તેની સફળતાનું રહસ્ય હશે.
જલદી આવશે XUV300નો ઈલેક્ટ્રીક વેરિયન્ટ- મહિન્દ્રાએ બેટરીથી ચાલતી ઈ-વેરિટો સેડાન લોન્ચ કરી જેને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો. હાલમાં મહિન્દ્રા માત્ર આ ઈલેક્ટ્રિક કારનું (Electric Car) વેચાણ કરી રહી છે. હવે મહિન્દ્રાએ EV સેગમેન્ટમાં ફરી પ્રવેશવાનું મન બનાવી લીધું છે અને બહુ જલ્દી ઈલેક્ટ્રિક XUV300 માર્કેટમાં રજૂ કરી શકે છે. આ EVનું પ્રી-પ્રોડક્શન મોડલ છેલ્લા ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. કંપની 2023 સુધીમાં નવી XUV300 ઈલેક્ટ્રિકને બજારમાં લાવી શકે છે, ત્યારપછી મહિન્દ્રાની ઘણી બીજી કાર લોન્ચ કરવામાં આવશે.ખુશખબર! વોટ્સએપ લાવશે કમાલનું ફીચર, જાણીને યૂઝર્સ થઈ જશે ખુશ ફુલ ચાર્જમાં ચાલશે 300 કિલોમીટર- મહિન્દ્રા નવા બ્રાન્ડ નામ હેઠળ અનેક ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવા માગે છે. 2023 મહિન્દ્રા XUV300 ઈલેક્ટ્રીક SUVમાં 40 kW-R બેટરી પેક મળશે જે 130 Bhpનો પાવર જનરેટ કરે છે અને ફુલ ચાર્જ પર 300 કિમીની રેન્જ આપે છે. તાજેતરમાં તેનું ટેસ્ટ મોડલ જોવામાં આવ્યું છે અને માર્કેટમાં લોન્ચ થયા બાદ ઈલેક્ટ્રિક SUV Tata Nexon EV, Hyundaiની આવનારી સસ્તી ઈલેક્ટ્રિક કાર અને MGની આવનારી સસ્તી ઈલેક્ટ્રિક કાર સાથે સ્પર્ધા કરશે.
સુરતી મહિલાનું સ્ટાર્ટઅપ, એક મોબાઈલ App થી વર્ષે 1 કરોડનું ટર્નઓવર કર્યું
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube