ગૂગલ અને ફેસબુકને ન્યૂઝ માટે ચૂકવવા પડશે પૈસા, આ દેશની પહેલ
ફેસબુક અને ગૂગલને ઓસ્ટ્રેલિયાએ મોટો આંચકો આપ્યો છે. હવે ઓસ્ટ્રેલિયામાં ફેસબુક અને ગૂગલને ન્યૂઝ માટે પૈસા ચૂકવવા પડશે. આ પગલું ઓસ્ટ્રેલિયા સરકારે ત્યારે ઉઠાવ્યું જ્યારે ત્યાં મીડિયા ઇંડસ્ટ્રી કોરોના વાયરસ આવ્યા પછી નુકસાન વેઠી રહી છે.
કૈનબરા: ફેસબુક અને ગૂગલને ઓસ્ટ્રેલિયાએ મોટો આંચકો આપ્યો છે. હવે ઓસ્ટ્રેલિયામાં ફેસબુક અને ગૂગલને ન્યૂઝ માટે પૈસા ચૂકવવા પડશે. આ પગલું ઓસ્ટ્રેલિયા સરકારે ત્યારે ઉઠાવ્યું જ્યારે ત્યાં મીડિયા ઇંડસ્ટ્રી કોરોના વાયરસ આવ્યા પછી નુકસાન વેઠી રહી છે. આ વાતનો ખુલાસો ઓસ્ટ્રેલિયા સરકારે શુક્રવારે કર્યો. ચૂકવણીને લઇને સરકારે દિશા-નિર્દેશ બનાવ્યા છે જેને જલદી જ સંસદમાં પારિત કરવા માટે રજૂ કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા સરકારના અનુસાર હવે ગૂગલ અને ફેસબુકને ન્યૂઝ માટે ચૂકવણી કરવી પડશે. સરકાર સમાચાર કન્ટેટ માટે ચાર્જ નક્કી કરી રહી છે. ગૂગલ અને ફેસબુકને મીડિયા કંપનીઓ સાથે વાતચીત માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. તેનાથી સમાચાર કંન્ટેટ માટે ચાર્જ નક્કી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે અનિવાર્ય આચાર સંહિતા (MANDATORY CODE) નો હેતુ જાહેર કર્યો છે. જેથી ડિજિટલ કંપનીઓને વ્યાવસાયિક મીડિયા કંપનીઓ પાસેથી લેવામાં આવેલા ન્યૂઝ કન્ટેટ માટે ચાર્જ ચૂકવવો પડશે.
ઓસ્ટ્રેલિયા સરકારમાં કોષાધ્યક્સ જોશ ફ્રાઇડેનબર્ગે કહ્યું કે અમે 18 મહિના સુધી ગૂગલ અને ફેસબુક પાસેથી ન્યૂઝ માટે ચૂકવણી માટે વાત કરી પરંતુ બંને આ મામલે એકસાથે નથી. ફ્રાઇડેનબર્ગે જણાવ્યું કે ગૂગલ અને ફેસબુક પર ન્યૂઝ કંન્ટેટ માટે ચૂકવણી કાયદો આ અઠવાડિયામાં સંસદમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આ કાયદાનું ઉલ્લંઘન કરનાર ડિજિટલ પ્લેટફોર્મને કરોડો રૂપિયા ચૂકવવા પડશે. જોકે આ પેનલ્ટી ફક્ત ઓસ્ટ્રેલિયાથી સંબંધિત ન્યૂઝ કંન્ટેટ માટે હશે. ફ્રાઇડેનબર્ગએ કહ્યું કે અમારું ફોકસ દુનિયાના સૌથી ડિજિટલ પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુક પર છે.
તેમણે કહ્યું કે આ કાયદો અમે મીડિયા કંપનીઓને નુકસાનમાંથી બહાર લાવવા માટે લાવી રહ્યા છીએ. તેમનું માનીએ તો કોરોના વાયરસના કારણે ઓસ્ટ્રેલિયાના ડઝનો સમાચાર પત્ર બંધ થઇ ચૂક્યા છે. ન્યૂઝ ઇંડસ્ટ્રી અત્યારે નુકસાનમાં છે. તાજેતરમાં જ હજારો પત્રકારોને છૂટા કરવામાં આવ્યા છે.
બીજી તરફ ફેસબુક અને ગૂગલે કહ્યું કે જો ઓસ્ટ્રેલિયા પેડ ન્યૂઝ માટે કાયદો બનાવે છે તો અમે ડિજિટલ પ્લેટફોર્મમાં ઓસ્ટ્રેલિયાના સમાચાર પ્રકાશિત કરીશું નહી. પરંતુ અત્યારે ઓસ્ટ્રેલિયા સરકાર આ મામલે ગૂગલ અને ફેસબુક સાથે વાત કરી રહી છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube