નવી દિલ્હી: દેશની સૌથી પોપ્યુલર કાર કંપની નિર્માતા મારૂતિ સુઝુકી ફરી એકવાર ચર્ચામાં છે. દેશની સૌથી જાણિતી કાર  Maruti 800 નું ઇલેક્ટ્રિક કાર બજારમાં આવવાની છે. જોકે આ વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. પરંતુ જો આ કારના ફીચર વિશે તમે જાણશો તો કદાચ તમે તેને ખરીદવાનું સપનું જોવા લાગશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર ચાર કલાકમાં થઇ જાય છે ફૂલ ચાર્જ
જાણકારોનું કહેવું છે કે નવી Maruti 800 ફૂલ ચાર્જ થવામાં લગભગ 4. થી 4.5 કલાકનો સમય લે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી નથી. આ કારમાં કુલ 16 બેટરી સેલ્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 9 સેલ્સને આગળના એન્જીનમાં લગાવવામાં આવ્યા છે અને બાકીના 7 બેટરી સેલ્સ ફ્રન્ટ સીટની નીચે આપવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારની બેટરી સિંગલ ચાર્જમાં 130 કિલોમીટર સુધી દોડશે. તો બીજી તરફ આ કારની ટોપ સ્પીડ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક છે. 


મોંઘી કારો કરતાં પણ વધુ છે ટોર્ક
મીડિયા રિપોર્ટ અનુસાર હેચબેક એટલે કે એન્ટ્રી લેવલ ગાડીઓમાં પાવર ઓછો હોય છે. સાથે આ સેંગમેન્ટની કારોમાં ટોર્ક પણ ઓછો હોય છે. પરંતુ ઇલેક્ટ્રિક ટેક્નોલોજીથી સજ્જ હોવાછતાં આ Maruti 800 નો ટોર્ક ખૂબ વધી ગયો છે. જાણકારી અનુસાર આ કાર 378 Nm સુધી ટોર્ક જનરેટ કરે છે. ટોયોટા ફોર્ચૂનરથી ખૂબ વધુ છે જોકે 245 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં રેસિંગ સીટ્સ અને ડાર્ક સ્ટીયરિંગ વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કારમાં પણ કેટલાક અન્ય જરૂરી ઇલેટ્રિક ફેરફાર કરવામાં આવ્યા છે. 


ફીચર અને કિંમત બંને દમદાર
પ્રાપ્ત જાણકારી અનુસાર કારને તૈયાર કરવા માટે જૂની Maruti 800 નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત લગભગ 75,000 રૂપિયા બતાવવામાં આવી રહી છે. જોકે કંપનીએ તેના પર કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ કારના ફ્રન્ટ બોનેટથી એન્જીન નિકાળીને તેની જગ્યા 19 KW ની ક્ષમતાની ઇલેક્ટ્રોનિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં 13.2 KW ની ક્ષમતાની બેટરી પેક ઉપયોગ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube