ગજબની ટબુકડી કાર...3.99 લાખ રૂપિયા કિંમત, 31ની માઈલેજ, સાંકડી જગ્યામાંથી માખણની જેમ નીકળી જાય
દેશમાં બજેટ કારોની બોલબાલા રહે છે. એમાં પણ જો માઈલેજ સારી એવી મળે અને સાઈઝમાં પણ ટબુકડી હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે. કારણ કે આવી કારો ટ્રાફિક કે ભીડભાડમાં સરળતાથી નીકળી શકે છે.
Maruti Alto K10 dimension details: દેશમાં બજેટ કારોની બોલબાલા રહે છે. એમાં પણ જો માઈલેજ સારી એવી મળે અને સાઈઝમાં પણ ટબુકડી હોય તો સોનામાં સુગંધ ભળી જાય છે. કારણ કે આવી કારો ટ્રાફિક કે ભીડભાડમાં સરળતાથી નીકળી શકે છે. આવા સેગમેન્ટમાં મારુતિની એક સ્માર્ટ કાર છે જેના વિશે તમને જણાવીશું અને તેના ફીચર્સ પણ જાણો.
મારુતિનીની Alto K10 કાર 167mm ના જબરદસ્ત ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવે છે, જેનથી ટૂટેલા રસ્તાઓ ઉપર પણ આ કાર જમીનને સ્પર્શતી નથી. તેને ચલાવવામાં સરળતા રહે છે. હકીકતમાં કારના પ્લેટફોર્મ અને જમીન વચ્ચેના અંતરને ગ્રાઉન્ડ ક્લીયરન્સ કહે છે.
Maruti Alto K10 માં આકર્ષક કલર વિકલ્પ
Maruti Alto K10 માં 2380 mm નો વ્હીલબેસ મળે છે જેનાથી કારને ઓછી જગ્યા પર વાળવી, કાઢવી સરળ રહે છે. વ્હીલબેસ કારના આગલા બંપરથી પાછળ સુધીના અંતરને કહે છે. આ કારની પહોળાઈ 1579 mm છે અને લંબાઈ 3731 mm છે. આ કાર 1474 mm ની હાઈટ સાથે આવે છે. મારુતિની આ કારમાં 998 cc નું હાઈ પાવર એન્જિન છે. હાઈ પિકઅપ માટે કારમાં 66 bhpનો પાવર અને 89 Nmનો ટોર્ક જનરેટ થાય છે. કારનો બેસ વેરિએન્ટ 3.99 લાખ રૂપિયા એક્સ શોરૂમ કિંમતે ઓફર કરાય છે તેનું સીએનજી વર્ઝન 6.85 લાખ રૂપિયા ઓનરોડ પર મળે છે. આ કારમાં આકર્ષક કલર વિકલ્પ પણ છે.
Maruti Alto K10
Length 3530 mm
Width 1490 mm
Height 1520 mm
Maruti Alto K10 માં 145 kmph ની ટોપ સ્પીડ
આ કંપનીની ન્યૂ જનરેશન કાર છે. કંપનીનો દાવો છે કે આ કાર રસ્તા પર 145 kmph ની ટોપ સ્પીડથી સરળતાથી નીકળે છે. કારનું સીએનજી એન્જિન 31.59 km/kg સુધીનું માઈલેજ આપે છે. જ્યારે કારનું પેટ્રોલ વર્ઝન 24.39 kmpl ની માઈલેજ આપે છે. આ હાઈટેક કાર મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનમાં ઓફર કરાય છે.
Maruti Alto K10 Car Specifications
Price Rs. 4.84 Lakh onwards
Mileage 24.39 to 33.85 kmpl
Engine 998 cc
Safety 2 Star (Global NCAP)
Fuel Type Petrol & CN
Transmission Manual & Automatic
Seating Capacity 5 Seater
કારના ફીચર્સ
- મારુતિની આ કારને Global NCAP ક્રેશ ટેસ્ટમાં 2 સ્ટાર રેટિંગ મળેલું છે.
- આ કાર 5 સીટર ફેમિલી કાર છે અને તેમાં 13 ઈંચના ટાયર સાઈઝ મળે છે.
- કારમાં લોંગ રૂટ પર કમ્ફર્ટ રાઈડ માટે હેવી સસ્પેન્શન પાવર મળે છે.
- ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ મળે છે. જે કારને તેજ સ્પીડમાં કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
- આ કારમાં એરબેગ આપેલા છે જે અકસ્માત સમયે ઈજાગ્રસ્ત થતા બચાવે છે.
અલ્ટોની હરીફ કાર
Maruti Alto બજારમાં Renault Kwid સાથે સ્પર્ધા કરે છે. Renault Kwid માં 130kmph ની ટોપ સ્પીડ મળે છે. આ સ્ટાઈલિશ કારમાં 8 ઈંચના ટચ સ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપેલી છે. કારની લંબાઈ 3731 mm છે જેનાથી તેને કંટ્રોલ કરવી સરળ છે.
Renault Kwid Car Specifications
Price Rs. 5.69 Lakh onwards
Mileage 21.7 to 22 kmpl
Engine 999 cc
Safety 1 Star (Global NCAP)
Fuel Type Petrol
Transmission Manual & Automatic
Seating Capacity 5 Seater
Renault Kwid માં 999 cc એન્જિન આપેલું છે. જે રસ્તા પર 67bhp નો પાવર અને 91Nm નો ટોર્ક જનરેટ થાય છે. કારમાં 5 સ્પીડ ગિયરબોક્સ હોય છે. જેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન છે. કારમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ડ્યુઅલ ટોન કલર ઓપ્શન આવે છે. કારનું બેસ મોડલ 4.69 લાખ રૂપિયા એક્સ શોરૂમમાં આવે છે. કંપનીનો દાવો છે કે આ કાર સીએનજી પર 31.59 km/kg ની માઈલેજ સરળતાથી આપે છે. કારનું પેટ્રોલ એન્જિન 24.39 kmpl સુધીની માઈલેજ ઓફર કરે છે.