Maruti Alto K10 price :  જો તમે પણ નજીકના ભવિષ્યમાં કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય ગ્રાહકો વચ્ચે સસ્તી કિંમત અને હાઈ માઈલેજ આપનારી કારોની જબરદસ્ત ડિમાન્ડ છે. ભારતમાં સૌથી કારનું વેચાણ કરતી કંપની મારૂતિ સુઝુકીની કારો પોતાની સસ્તી કિંમત અને માઇલેજ માટે જાણીતી છે. મારૂતિ સિવાય અન્ય કંપનીઓની કાર પણ સસ્તી કિંમતમાં સારી માઇલેજ આપે છે. આવો જાણીએ ભારતમાં વેચાતી 3 એવી કારો વિશે જે ગ્રાહકોને 25 kmpl થી વધુનું માઇલેજ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Alto K10
જો તમે પણ સસ્તી કિંમત અને વધુ માઇલેજ આપનારી કાર ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે મારૂતિ સુઝુકીની અલ્ટો કે10 એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. મારૂતિ અલ્ટો કે10 પોતાના ગ્રાહકોને મેનુઅલ ટ્રાન્સમિશનની સાથે 24.39 kmpl જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે 24.90 kmpl ની માઇલેજ આપે છે. અલ્ટો કે10 ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે. 


આ પણ વાંચોઃ સૌથી સસ્તામાં, સૌથી સારા માઈલેજવાળી, સૌથી સ્ટાઈલીશ છે આ 5 બાઈક! જોતા રહેશે લોકો


Maruti S-Presso
વધુ માઇલેજ ઈચ્છો છો તો તમારા માટે મારૂતિ સુઝુકી એસ-પ્રેસો એક સારો વિકલ્પ છે. મારૂતિ સુઝુકી એસ-પ્રેસોના મેનુઅલ ટ્રાન્સમિશનમાં ગ્રાહકોને 24.12 kmpl જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે 25.30 kmpl માઇલેજ મળે છે. મારૂતિ સુઝુકી એસ-પ્રેસોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.26 લાખ રૂપિયા છે. 


Renault Kwid
રેનોલ્ટ ક્વિડની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા છે. રેનોલ્ટ ક્વિડનું મેનુઅલ ટ્રાન્સમિશન ગ્રાહકોને 21.7  kmpl જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન 22  kmpl  માઇલેજ આપવાનો દાવો કરે છે. જો તમે પણ નવી કાર ખરીદવા માગતા હો તો તમારા માટે આ સૌથી મોટી તક છે.