Cheapest Car in india: ભારતમાં રૂ. 5 લાખથી ઓછી કિંમતના વાહનોની માંગ વધી રહી છે પરંતુ, કેટલાક વાહનો 1 એપ્રિલથી બંધ કરવામાં આવ્યા છે, જેમાં Alto 800, Renault Kwid 800cc એન્જિન વેરિઅન્ટનો સમાવેશ થાય છે. જો કે, હાલમાં પણ બજારમાં ઘણા સસ્તા વાહનો ઉપલબ્ધ છે. જો તમે પણ તમારા માટે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ 5 લાખ રૂપિયા સુધીનું છે, તો વાહનોની આ યાદી તમને મદદ કરી શકે છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મારુતિ સુઝુકી અલ્ટો K10:


મારુતિ સુઝુકીએ અલ્ટો 800નું ઉત્પાદન બંધ કરી દીધું છે, તેથી હવે અલ્ટો K10 દેશની સૌથી સસ્તી કાર બની ગઈ છે. તે ભારતીય બજારમાં સૌથી લોકપ્રિય સસ્તી કાર છે. તે 1.0-લિટર ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે અને તેની કિંમત રૂ.3.99 લાખથી શરૂ થાય છે અને રૂ.5.95 લાખ સુધી જાય છે. 


2. મારુતિ સુઝુકી એસ-પ્રેસો:

બીજો વિકલ્પ Maruti Suzuki S-Presso છે, જેની કિંમત રૂ. 4.25 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી, ડિજિટલ સ્પીડોમીટર અને ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ મળે છે. સુરક્ષા માટે, ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રિયર પાર્કિંગ સેન્સર, સ્પીડ એલર્ટ, EBD સાથે ABS અને ફ્રન્ટ સીટબેલ્ટ રિમાઇન્ડર પણ મળે છે.


3. રેનો ક્વિડ:

Renault Kwid એ 1.0-લિટર ત્રણ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથેનો બીજો વિકલ્પ પણ છે. આ એન્જિન 68 PS અને 91 Nm પાવર જનરેટ કરે છે. Kwidની કિંમત 4.70 લાખ રૂપિયાથી 6.33 લાખ રૂપિયા સુધીની છે. Renault એ તાજેતરમાં Renault Kwid ના 800cc એન્જિન વેરિઅન્ટને બંધ કરી દીધું છે.

આ પણ વાંચો:
દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો
ઓગસ્ટમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 મોટા ગ્રહ આ 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ
સાચવજો..ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ,સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ઉભરાઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube