car market : ભારતીય કાર ગ્રાહકોમાં સેફ્ટીને લઈને હવે જાગૃતતા જોવા મળી રહી છે. લોકો હવે કારોમાં 6-7 લાખ રૂપિયા લગાવતા પહેલા કારના સેફ્ટી ફીચર્સ અને બિલ્ડ  ક્વોલિટી પણ તપાસ કરી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ હવે લોકો કાર ખરીદતી વખતે માઈલેજ અને ફીચર્સની સાથે સાથે સેફ્ટી ફીચર્સ અને સેફ્ટી સ્ટાર રેટિંગ વિશે પણ તપાસ કરી રહ્યા છે. તેનાથી ખબર પડે છે કે લોકો ગાડીઓમાં મળતા સેફ્ટી ફીચર્સ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. ભારતમાં વેચાતી મોટાભાગની બજેટ કારો માઈલેજ તો આપે છે પરંતુ તેની મજબૂતી કઈ ખાસ હોતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકીની વાત કરીએ તો કંપનીની મોટાભાગની બેસ્ટ સેલિંગ હેચબેક કારોના સેફ્ટી રેટિંગ નિરાશાજનક છે. મારુતિની બેસ્ટ સેલિંગ હેચબેક બલેનોનું ઉદાહરણ લઈએ તો આ કાર સારી ડિઝાઈન અને ફીચર્સ સાથે આવે છે.


જૂના જનરેશનની NCAP રેટિંગ 0 સ્ટાર


નવા જનરેશન મોડલનો ક્રેશ ટેસ્ટ કરાયો નથી પરંતુ જૂના જનરેશનની NCAP રેટિંગ 0 સ્ટાર હતી. અત્રે જણાવવાનું કે બલેનોને બજારમાં પ્રીમીયમ હેચબેક તરીકે વેચવામાં આવે છે. તેની કિમત 6.61 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. 


અત્રે જણાવવાનું કે બજારમાં કેટલીક કારો એવી પણ વેચાઈ રહી છે જે આટલી કિંમતમાં બલેનો કરતા પણ વધુ સેફ્ટી અને સારી બિલ્ડ ક્વોલિટી સાથે આવે છે. માર્કેટમાં બલેનોનો મુકાબલો હુંડઈ આઈ20 અને ટાટા અલ્ટ્રોઝ સાથે છે. ત્રણેય કારોની કિંમત લગભગ સરખી છે. પરંતુ તેમાંથી સૌથી સારું ક્રેશ ટેસ્ટ રેટિંગ ટાટા અલ્ટ્રોઝનું છે જેની કિંમત 6.61 લાખ રૂપિયાથી 9.88 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે. 


સેફ્ટી ફીચર્સ જબરદસ્ત
ફક્ત ડિઝાઈનમાં જ નહીં પરંતુ સેફ્ટી ફીચર્સમાં પણ અલ્ટ્રોઝ ક્યાંય આગળ છે. તે પોતાના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કાર છે. ટાટા અલ્ટ્રોઝ ભારતીય બજારમાં વેચાતી એકમાત્ર હેચબેક છે જે 5 સ્ટાર ગ્લોબલ એનસીપી (Global NCAP) સેફ્ટી રેટિંગ સાથે આવે છે. અલ્ટ્રોઝને એડલ્ટ સેફ્ટીમાં 5 સ્ટાર અને ચાઈલ્ડ સેફ્ટીમાં 3 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. હુંડઈ આઈ20ની વાત કરીએ તો ક્રેશ ટેસ્ટમાં ફક્ત 3 સ્ટાર અપાયા છે. જ્યારે મારુતિ બલેનો સેફ્ટીમાં શૂન્ય રેટિંગવાળી કાર છે.


અલ્ટ્રોઝમાં બે એરબેગ (ડ્રાઈવર અને પેસેન્જર), ચાઈલ્ડ લોક, ચાઈલ્ડ સીટ માટે એંકર પોઈન્ટ, ઓવરસ્પીડ વોર્નિંગ, સ્પીડ સેન્સિંગ ડોર લોક, એન્ટી થેફ્ટ એન્જિન ઈમોબિલાઈઝર, સેન્ટ્રલ, સેન્ટ્રલ લોકિંગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ તોર પર અપાયા છે. 


એન્જિન પણ પાવરફૂલ
અલ્ટ્રોઝને ત્રણ એન્જિનના વિકલ્પ સાથે વેચવામાં આવે છે. જેમાં પહેલું 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, બીજો 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન અને ત્રીજો 1.5 લીટર ડીઝલ એન્જિન છે જે 90 બીએચપીના પાવર અને 200 એનએમનો ટોર્ક આપે છે.


ત્રણેય એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સનો વિકલ્પ છે. પેટ્રોલમાં આ કાર 19.33 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે એક કિલોગ્રામ સીએનજીમાં આ કાર 26.2 કિલોમીટર સુધી દોડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube