નવી દિલ્હી: મારૂતિ સુઝુકી હાલ 2020ના અંતિમ દિવસોમાં પોતાની ઘણી ગાડીઓ માટે ઓફર લઇને આવી છે. દેશની દિગ્ગજ કાર નિર્માતા કંપની પોતાની લોકપ્રિય હેચબેક કાર સિલેરિયોને ખરીદવા માટે એક ખૂબ જ સારી સ્કીમ લઇને આવી છે, જેના હેઠળ આવી છે, જેના હેઠળ માત્ર 48 હજારના ડાઉન પેમેન્ટ પર તેને તમે ખરીદી શકો છો. આ કારના લુક્સ અને ફીચર્સના લીધે લોકો આ કારને ખૂબ પસંદ કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti લઇને આવી રહી છે નવી SUV, સંપૂર્ણપણે Baleno પર હશે બેસ્ડ


અલ્ટો કરતાં સાઇઝમાં મોટી
હાલ આ કાર અલ્ટો K10થી સાઇઝમાં થોડી મોટી છે. ગ્રાહકોને આ એન્ટ્રી લેવલ કારમાં કંપની પેટ્રોલથી લઇને એસ-સીએનજી વેરિએન્ટ વેચે છે. તેનું શરૂઆતી મોડલ LXI (Petrol) 4.41 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ)માં મળી જાય છે. આ કારમાં  998 cc નું પેટ્રોલ એન્જીન લાગેલું છે જે 23.1 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપે છે. 

આ છે દેશની સૌથી સસ્તી ઓટોમેટિક કારો, મળશે શાનદાર માઇલેજ


આટલું આપવું પડશે વ્યાજ
કાર લોન વાર્ષિક 9.8 ટકાના વ્યાજ દરે મળશે. જો તમે આ કારને લેવાનું પ્લાનિંગ કરી રહ્યાછો તો તેની શરૂઆતી મોડલ ફક્ત 48 હજાર રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે ઘરે લઇ જઇ શકો છો. પાંચ વર્ષના અંતે તમારી કુલ લોન એમાઉન્ટ  4,36,597 રૂપિયા હશે. આ પ્રકારે તમારે વ્યાજ સહિત કુલ 5,53,980 રૂપિયા આપવા પડશે. એટલે કે કુલ 1,17,383 રૂપિયા વ્યાજના રૂપમાં આપવા પડશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube