નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધુ કારનું વેચાણ કરતી કંપની મારૂતિ સુઝુકીએ માર્ચ, 2024 માટે પોતાની નેક્સા કારો પર ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરી છે. માર્ચ મહિના માટે કંપની પોતાની કારો પર મહત્તમ 1.53 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ડિસ્કાઉન્ટ ઓફરના આ લિસ્ટમાં કંપનીની બેસ્ટ સેલિંગ કાર મારૂતિ બલેનો (Maruti Baleno)પણ સામેલ છે. મારૂતિ બલેનોના અલગ-અલગ વેરિએન્ટ પર કંપની મોડલ વાઇઝ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ મારૂતિ બનેલોના MY2023 અને  MY2024 પર એક સમાન મહત્તમ 57000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આવો જાણીએ માર્ચ મહિનામાં મારૂતિ બનેલોના વેચાણ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત વધી રહ્યું છે બલેનોનું વેચાણ
નોંધનીય છે કે કંપની માર્ચ મહિના માટે બનેલોના પેટ્રોલ AGS ટ્રિમ પર સૌથી વધુ 57000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જ્યારે કંપની બલેનો સીએનજી વેરિએન્ટ પર ઓછામાં ઓછું 25000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકોની જાણકારી માટે જણાવી દઈએ કે મારૂતિ સુઝુકી બલેનો જાન્યુઆરી 2024માં કંપનીની સૌથી વધુ વેચાતી કાર રહી હતી. મારૂતિ બલેનોએ જાન્યુઆરી મહિનામાં 19630 યુનિટ કાર વેચી હતી. આ દરમિયાન મારૂતિ બલેનોનું વેચાણ વાર્ષિક આધાર પર 20 ટકા વધી ગયું હતું. 


આ પણ વાંચોઃ Jio: 365 દિવસની વેલિડિટી, અનલિમિટેડ ડેટા અને કોલિંગ, સાથે મળશે એમેઝોન પ્રાઇમ ફ્રી


6 એરબેગની સેફ્ટીથી લેસ છે કાર
મારૂતિ સુઝુકી બલેનોમાં કંપનીએ 1.2 લીટર ડ્યૂલ જેટ પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 90Bhp નો પાવર અને 113Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. કારમાં ગ્રાહકોને 5-સ્પીડ મેનુઅલ અને ઓટોમેટિક ગેરબોક્સનો ઓપ્શન મળે છે. તો બલેનોના સીએનજી વેરિએન્ટમાં પણ આ એન્જિન આપવામાં આવ્યું છે પરંતુ તેનો પારવ આઉટપુટ 77.49bhp અને 98.5Nm છે. કારના એન્ટીરિયરમાં ગ્રાહકોને 9 ઈંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ અને 6 એરબેગ સિવાય એબીએસ ટેક્નોલોજી પણ મળે છે.