MARUTI SUZUKI :  દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકીની સસ્તી 5/7 સીટર ઈકો કાર વેચાણમાં ટોપ 10માં જોવા મળતી હોય છે. દર મહિને તેનું 10000 યુનિટની આસપાસ વેચાણ થતું હોય છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે મારુતિ સુઝૂકી હાલનું ઈકો વર્ઝન બંધ કરવા જઈ રહી છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે આ પ્રકારની રૂમર્સ (rumors) સામે આવી આવી હોય. આ અગાઉ 2021 અને 2022માં પણ મીડિયા રિપોર્ટ્સમાં આ પ્રકારે ઈકો બંધ થવાની વાતો આવી હતી. ઈકો હારમાં બેસ્ટ ફેમિલી કાર બની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે લાંબા સમયથી ઈકોમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યા નથી અને આમ પણ તે બેસ્ટ સેલિંગ કારમાં સામેલ છે તો આવામાં કાર એક્સપર્ટ આશા રાખીને બેઠા છે કે ઈકોને ફેસલિફ્ટની જરૂર છે. પરંતુ કંપની તરફથી હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી. પરંતુ એવી અટકળો થઈ રહી છે કે કંપની ઈકો ફેસલિફ્ટ પર કામ કરી રહી છે. હવે આ બધામાં સત્ય શું છે તે તો આવનારો સમય જ કહેશે. પરંતુ હાલ અમે તમને જણાવીશું નવી ઈકોના કેટલાક ફીચર્સ...


આટલી માઈલેજ
Maruti Suzuki Eeco માં 5 સીટર અને 7 સીટરના ઓપ્શન મળે છે. તે 13 વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. પર્સનલ યૂઝ ઉપરાંત તેનો ઉપયોગ એમ્બ્યુલન્સ તરીકે પણ થઈ શકે છે. ઈકોમાં 1.2Lનું પેટ્રોલ એન્જિન મળે છે જે 80.76 PSનો પાવર અને 104.4 Nmનો ટોર્ક પેદા કરે છે. માઈલેજની વાત કરીએ તો પેટ્રોલ મોડ પર ઈકો 20 kmpl ની માઈલેજ ઓફર કરે છે પરંતુ સીએનજી મોડ પર તે  27 km/kg ની માઈલેજ આપે છે. કારની કિંમત 5.33 લાખથી શરૂ થાય છે. જો તમારે સસ્તી 7 સીટર કાર ખરીદવી હોય તો તમે ઈકો વિકલ્પ પસંદ કરી શકો છો. આ કારને તમે સિટી અને હાઈવે ઉપર પણ સરળતાથી ચલાવી શકો છો. 


ઈકો અર્ટિગા પર ભારે પડી
મારુતિ અર્ટિગાનું ગત મહિને 5,532 યુનિટનું વેચાણ થયું હતું. જ્યારે ગત વર્ષે આ જ સમયગાળામાં તેનો આંકડો 14,889 યુનિટ્સ હતો. ઘટતા વેચાણથી એ સ્પષ્ટ થાય છે કે હવે ગ્રાહકો અર્ટિગાને વધુ પસંદ કરતા નથ. જ્યારે મારુતિ ઈકોનું ગત મહિને 10,504 યુનિટ્સનું વેચાણ થયું હતું અને તે બેસ્ટ સેલિંગ કાર્સમાં છઠ્ઠા નંબરે આવી ગઈ હતી. એટલે કે ગ્રાહકને ઈકો હજુ પણ એટલી જ પસંદ છે.