Maruti Ertiga Sales: મારૂતિ સુઝુકી અર્ટિગા એક પોપુલર 7 સીટર કાર છે. પોપુલર એટલા નહીં કે પરફોર્મંસ બેજોડ છે પરંતુ પોપુલર એટલા માટે છે કારણ કે આ ઈન્ડિયન માર્કેટ પ્રમાણે ખુબ પ્રેક્ટિકલ એમપીવી છે. સસ્તી કિંમત, ઓછા મેન્ટેનન્સ ખર્ચ, ઓછી રનિંગ કોસ્ટ અને સારી માઇલેજ. આ કારણોથી અર્ટિગા દેશની સૌથી વધુ વેચાનારી એમપીવી બની ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેબ્રુઆરી 2024માં અર્ટિગા ટોપ સેલિંગ એમપીવી રહી. એટલું જ નહીં તેના વેચાણમાં વાર્ષિક આધાર પર 140 ટકાનો ગ્રોથ નોંધાયો છે. ફેબ્રુઆરી 2024માં દેશની અંદર ઓવરઓલ કાર વેચાણમાં મારૂતિ સુઝુકીની અર્ટિગા છઠ્ઠા નંબર પર રહી. એટલે કે છઠ્ઠી સૌથી વધુ વેચાતી કાર રહી.


ફેબ્રુઆરી 2024માં અર્ટિગાની 15519 યુનિટ્સનું વેચાણ થયું હતું, જ્યારે પાછલા વર્ષના સમાન મહિના (ફેબ્રુઆરી 2023) માં તેના કુલ 6472 યુનિટ્સ વેચાયા હતા. એટકે લે વેચાણમાં 140 ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે અર્ટિગાની પ્રાઇઝ રેન્જ 8.69 લાખથી 13.03 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે. 


આ પણ વાંચોઃ Android યૂઝર્સ માટે સરકારી એજન્સીની વોર્નિંગ, ફોનમાં તત્કાલ કરો આ કામ, બાકી પસ્તાશો


આ 7 સીટર કારમાં 209 લીટરની બૂટ સ્પેસ છે, જેને થર્ડ રો સીટ્સ ફોલ્ડ કરી 550 લીટર સુધી કરી શકાય છે. તેમાં 1.5 લીટર ડુઅલજેટ પેટ્રોલ એન્જિન છે, જેમાં માઇલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજીની સાથે જોડવામાં આવ્યું છે. આ એન્જિન પેટ્રોલ પર 103પીએસ/136.8એનએમ અને સીએનજી પર 88પીએસ/121એનએમ જનરેટ કરે છે. 


તેમાં 5 સ્પીડ મેનુઅલ ગિયરબોક્સ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન આવે છે. પેટ્રોલ પર તે 20.51 કિલોમીટર પ્રતિ લીટર સુધીની જ્યારે સીએનજી પર 26.11 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સુધીની માઇલેજ આપી શકે છે. 


તેમાં એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે, 7 ઈંચ સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, પેડલ શિફ્ટર્સ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ઓટો હેડલેમ્પ, ઓટો એસી, 4 એરબેગ (ટોપ વેરિએન્ટમાં), એબીએસની સાથે ઈબીડી, બ્રેક અસિસ્ટ અને રિયર પાર્કિંગ સેન્સર્સ જેવા ઘણા સારા ફીચર્સ આવે છે.