નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે હેચબેક કારોની ડિમાન્ડ સતત વધી રહી છે. આ સેગમેન્ટમાં મારૂતિ સ્વિફ્ટ અને મારૂતિ વેગનઆર કારો ખુબ પોપુલર છે. નોંધનીય છે કે વર્ષ 2023માં મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ દેશમાં સૌથી વધુ વેચાનારી કાર રહી હતી. આ દરમિયાન મારૂતિ સુઝુકીએ સ્વિફ્ટના 2 લાખથી વધુ યુનિટનું વેચાણ કર્યું હતું. એકવાર ફરી મારૂતિ સુઝુકીથી લઈને ટાટા અને હ્યુન્ડાઈ કંપનીઓ ભારતીય માર્કેટમાં જલ્દી 3 નવી હેચબેક કાર લોન્ચ કરવા જઈ રહી છે. આવો જાણીએ અપકમિંગ હેચબેક કાર વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New-Gen Maruti Swift
ભારતમાં સૌથી વધુ કારનું વેચાણ કરતી કંપની મારૂતિ સુઝુકી પોતાની મોસ્ટ પોપુલર બેસ્ટ સેલિંગ સ્વિફ્ટના અપડેટેડ વર્ઝનને લોન્ચ કરવા જઈ રહી છે. મારૂતિ સુઝુકી સ્વિફ્ટ ફેસલિફ્ટમાં ગ્રાહકોને નવું 1.2 લીટર Z-સિરીઝ પેટ્રોલ એન્જિન મળી શકે છે. આ સિવાય કારના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં પણ ફેરફાર થશે.


આ પણ વાંચોઃ મોટી સીટવાળા ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટરની લોન્ચ ડેટ આવી નજીક, 999 રૂપિયામાં કરાવો બુક


Tata Altroz Racer
નવી દિલ્હીમાં તાજેતરમાં ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપોમાં કંપનીએ ટાટા અલ્ટ્રોઝ રેસરને શોકેસ કરી હતી. નોંધનીય છે કે આ હેચબેક હ્યુન્ડાઈ I20 N લાઇનને ટક્કર આપવા માટે આગામી કેટલાક મહિનામાં લોન્ચ કરવામાં આવશે. અપકમિંગ હેચબેકના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં મોટો ફેરફાર જોવા મળશે. ગ્રાહકોને કાર કેબિનમાં 10.25-ઇંચનું મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે સેફ્ટી માટે 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ પણ મળશે. 


Hyundai i20 N Line Facelift
હ્રુન્ડાઈ યુરોપમાં પોતાની પોપુલર i20 N લાઇનને અપડેટ કરી છે. અપડેટેડ હ્રુન્ડાઈ i20 N લાઈનના ઈન્ટીરિયર અને એક્સટીરિયરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય i20 N લાઇનમાં નવું 17 ઇંચનું અલોય વ્હીલ પણ આપવામાં આવ્યું છે. હવે કંપની ભારતમાં હ્યુન્ડાઈ એન લાઇન પોર્ટફોલિયોના વિસ્તારની તૈયારી કરી રહી છે. અપકમિંગ હ્યુન્ડાઈ હેચબેક આગામી વર્ષે લોન્ચ થઈ શકે છે.