Maruti Upcoming Cars: મારૂતિ સુઝૂકી આગામી વર્ષે નવા મોડલની સાથે પોતાની પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તાર કરવા માટે તૈયાર છે. જાન્યુઆરી 2023માં કાર નિર્માતા બલેનો ક્રોસ કોમ્પેક્ટ એસયૂવી, જીમ્ની 5-ડોર લાઇફસ્ટાઇલ એસયુવી અને એક નવી એમપીવી રજૂ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણેય એસયૂવીને દિલ્હી ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા મારૂતિ બલેનો ક્રોસને લોન્ચ કરી શકે છે, ત્યારબાદ જીમ્ની અને પછી થ્રી-રો એમપીવીને લોન્ચ કરી શકે છે. જોકે, તેમાં પણ પહેલા કંપની જલ્દી મારૂતિ બલેનો અલ્ફા સીએનજી વેરિયન્ટ લોન્ચ કરી શકે છે. તો ચલો જાણીએ.. તમને મારૂતિની સૌથી પહેલા આવનાર બે કાર વિશે જણાવીએ....


MARUTI BALENO ALPHA CNG
કંપનીએ હાલમાં ફેક્ટ્રી-ફિટેડ સીએનજી કિટની સાથે મારૂતિ બલેનો હેચબેક લોન્ચ કરી. તેમાં ડેલ્ટા અને જેટા વેરિયન્ટમાં ક્રમશ 8.28 લાખ રૂપિયા અને 9.21 લાખ રૂપિયાની કીંમત પર લાવવામાં આવશે. રિપોર્ટસ અનુસાર, કંપની હવે રેન્જ ટોપિંગ અલ્ફા વેરિયન્ટમાં પણ સીએનજી આપવા માટે વિચાર કરી રહી છે. 


મોડલ સમાન 1.2 લીટર, 4 સિલેન્ડર કે12એન પેટ્રોલ એન્જિનની સાથે આવશે. સીએનજી વર્ઝનમાં 55 લીટરનું બૂટ સ્પેસ મળી શકે છે. તેણે માત્ર 5 સ્પીડ મેનુઅલ ગિયરબોક્સની સાથે લાવવામાં આવી શકે છે. Baleno Alpha CNG ની કીંમત લગભગ 10.16 લાખ રૂપિયા હોઈ શકે છે.


MARUTI BALENO CROSS
મારૂતિ બલેનો ક્રોસ આગામી વર્ષ ફેબ્રુઆરી મહીનામાં લોન્ચ થઈ શકે છે. આ હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર બેસ્ડ હશે અને 1.0 લીટર બૂસ્ટરજેટ એન્જિનની સાથે આવી શકે છે. તેમાં માઈલ્ડ હાઈબ્રિડ ટેકનિક પણ મળી શકે છે. કારમાં 5 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન અને 6 સ્પીડ ટૉર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવી શકે છે. 


મોડલને 1.2 લીટર NA પેટ્રોલ એન્જિન અથવા તો 1.5 લીટર ડુઅલજેટ પેટ્રોલ એન્જિનની સાથે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. બલેનો ક્રોસની કીંમત 8 લાખ રૂપિયાથી 11 લાખ રૂપિયાની વચ્ચે હોવાનું અનુમાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube