નવી દિલ્હીઃ જો તમે નજીકના ભવિષ્યમાં નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય ગ્રાહકો વચ્ચે બજેટ સેગમેન્ટની કારો ખુબ વેચાઈ છે. લોકો એવી કાર ખરીદવાનું ખુબ પસંદ કરે છે જેમાં તેને માઇલેજ વધુ મળે અને કિંમત ઓછી હોય. આવી કારોના લિસ્ટમાં મારૂતિ સુઝુકી અલ્ટો K10 ને લઈને ટાટા પંચ સુધી સામેલ છે. આ કારોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી છે. તો ગ્રાહકોને આ કારોમાં 25 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ મળે છે. આવો જાણીએ એવી અફોર્ટેબલ કારો વિશે જેનું માઇલેજ પણ શાનદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Alto K10
મારૂતિ સુઝુકી અલ્ટો ભારતીય ગ્રાહકો વચ્ચે પોપ્યુલર કાર છે. મારૂતિ સુઝુકી અલ્ટો કે10ની સરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે. કારમાં ગ્રાહકોને મેનુઅલની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. કંપની કારના મેનુઅલ ટ્રાન્સમિશનમાં 24.39 kmpl જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 24.90 kmpl માઇલેજ આપવાનો દાવો કરે છે. જે તમને સૌથી વધારે ફાયદો કરાવે છે. 


આ પણ વાંચોઃ પૈસા રાખો તૈયાર, આગામી મહિનાઓમાં આવી રહી છે 3 નવી 7-સીટર ડીઝલ કાર, જાણો વિગત


Maruti S-Presso
મારૂતિ સુઝુકી એસ-પ્રેસોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.26 લાખ રૂપિયા છે. આ કારમાં ગ્રાહકોને મેનુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. મેનુઅલ ટ્રાન્સમિશનવાળી કારમાં ગ્રાહકોને 24.12 kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 25.30 kmpl ની માઇલેજ મળે છે. 


Renault Kwid
રેનોલ્ટ ક્વિડની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા છે. રેનોલ્ટ ક્વિડનું મેનુઅલ ટ્રાન્સમિશન ગ્રાહકોને 21.7  kmpl જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન 22  kmpl  માઇલેજ આપવાનો દાવો કરે છે. જો તમે પણ નવી કાર ખરીદવા માગતા હો તો તમારા માટે આ સૌથી મોટી તક છે.