સમોસા-કચોરીની જેમ થઈ રહ્યું છે 2022 Baleno કારનું બુકિંગ, દર મિનિટે ભારતમાં વેચાઈ રહી છે 1 કાર
મારૂતિ સુઝુકીએ નવી બલેનોના એક્સટીરિયર અને ઈન્ટીરિયર બન્નેમાં મોટા ફેરફાર કર્યા છે, જેમાં કારને શાનદાર લુક મળ્યો છે. બહારી ભાગમાં ક્રોમ ગાર્નિંશ, બીજી ડિઝાઈનની પેન એલઈડી પ્રોજેક્ટ હેડલેપ્સ અને એલઈડી ડીઆરએલ મળ્યા છે..
નવી દિલ્હી: મારુતિ સુઝુકીએ થોડાક દિવસ પહેલા ભારતીય ગ્રાહકોની મનપસંદ પ્રીમિયમ હેચબેક 2022 Baleno લોન્ચ કરી છે, જેની શરૂઆતી એક્શ શોરૂમની કિંમત રૂ. 6.35 લાખ રૂપિયા છે. કારના ટોપ મોડલની કિંમત 9.49 લાખ રૂપિયા સુધી જાય છે. હવે કંપનીએ માહિતી આપી છે કે નવી બલેનો માટે 50,000 બુકિંગનો આંકડો પાર કરી લીધો છે, જેમાંથી લગભગ 60 ટકા ગ્રાહકોએ કારના 6 એરબેગ મોડલને પસંદ કર્યું છે. દેખાવમાં નવી બલેનો સંપૂર્ણપણે નવા અવતારમાં આવી છે, જે કંપનીએ ઘણી નવી સુવિધાઓ સાથે રજૂ કરી છે. કારના કેબિન અને એક્સટીરિયરમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને સેફ્ટીના મામલે પણ આ કાર પહેલા કરતા ઘણી સારી બની ગઈ છે.
એક્સટીરિયર અને ઈન્ટીરિયર બન્નેમાં ફેરફાર
મારૂતિ સુઝુકીએ નવી બલેનોના એક્સટીરિયર અને ઈન્ટીરિયર બન્નેમાં મોટા ફેરફાર કર્યા છે, જેમાં કારને શાનદાર લુક મળ્યો છે. બહારી ભાગમાં ક્રોમ ગાર્નિંશ, બીજી ડિઝાઈનની પેન એલઈડી પ્રોજેક્ટ હેડલેપ્સ અને એલઈડી ડીઆરએલ મળ્યા છે, જ્યારે સાઈડ મિરર્સ પર લાગેલા ઈન્ડિકેટર્સ અને ક્રોમ હેડલ્સ જૂના મોડલમાંથી લેવામાં આવ્યા છે. કારનો પાછળનો ભાગ પહેલા કરતા વધુ આકર્ષક બની ગયો છે કારણ કે હવે ટેલલાઈટ્સ એકદમ સ્લિમ થઈ ગઈ છે. તેમને L-આકારની ડિઝાઇન આપવામાં આવી છે અને તેઓ નવા LED સિગ્નેચર સાથે આવે છે. દેખાવમાં આ કાર પહેલા કરતા ઘણી આકર્ષણ થઈ ગઈ છે અને ગ્રાહકોને ચોક્કસ ગમશે.
લક્ઝરી કારના ફીચર્સ જોવા મળ્યા
2022 મારુતિ સુઝુકી બલેનો સાથે શાનદાર અને હાઇટેક ફીચર્સની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે. તેમાં હેડ્સ-અપ ડિસ્પ્લે, 360-ડિગ્રી વ્યૂ કેમેરા, 9-ઇંચ સ્માર્ટપ્લે, પ્રો પ્લસ સિસ્ટમની સાથે આર્કિમીજ ટ્યુનિંગ આપવામાં આવી છે. તેના સિવાય બલેનોને મળેલો સૌથી મોટો ફેરફાર નવી પેઢીની સુઝુકી કનેક્ટ એપ છે જે 40થી વધુ કનેક્ટેડ કાર સુવિધાઓ પ્રદાન કરે છે. આ કનેક્ટેડ ફીચર્સ ઈન્ટરનેટથી ચાલે છે જેમાં એમેઝોન એલેક્સાનો સમાવેશ થાય છે. મારુતિ સુઝુકીએ સબ્સ્ક્રિપ્શન પર નવી બલેનો પણ ઉપલબ્ધ કરાવી છે અને રૂ. 13,999ના માસિક ભાડા પર ખરીદ્યા વિના ગ્રાહકો કાર ઘરે લાવી શકે છે.
સલામતીની દૃષ્ટિએ મજબૂત
મારુતિ સુઝુકી નવી કારને 6 એરબેગ્સ સાથે 20 થી વધુ સલામતી સુવિધાઓ સાથે 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સની સાથે સેફ્ટીના મામલે મજબૂત બનાવે છે. પ્રથમ 360-ડિગ્રી કેમેરા સેગમેન્ટમાં પહેલી વાર આપવામાં આવ્યા છે જે ડ્રાઇવરને ઘણી મદદ કરે છે. કારના પાછળના ભાગમાં એસી વેન્ટ આપવામાં આવ્યા છે, જે અગાઉ કારમાં જોવા મળ્યા ન હતા. કંપનીએ 2022 બલેનોને 5 નવા કલર્સમાં ઉપલબ્ધ કરાવી છે, જ્યારે કારની કેબિન એકદમ આરામદાયક બનાવવામાં આવી છે. નવી કારને 16 ઈંચના એલોય વ્હીલ્સ મળ્યા છે.
આધુનિક 1.2-લિટર કે-સિરીઝ પેટ્રોલ એન્જિન
કાર સાથે 1.2-લિટર આધુનિક K-સિરીઝ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે પહેલા કરતાં ઘણું સારું છે અને આરામદાયક મુસાફરી માટે કારને નવું સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ એન્જિન સામાન્ય રીતે 5-સ્પીડ મેન્યુઅલ અને વૈકલ્પિક રીતે 5-સ્પીડ AMT ગિયરબોક્સ સાથે જોડાય છે. ભારતીય બજારમાં 2022 બલેનો સીધી હ્યુન્ડાઈ i20, TATA Altroz, Honda Jazz અને Volkswagen Polo સાથે સ્પર્ધા કરવા જઈ રહી છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતમાં દર ત્રણ મિનિટે બલેનો પ્રીમિયમ હેચબેકનું વેચાણ થાય છે.