નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ થોડા દિવસો પહેલા ભારતમાં આર્થિક અને શ્રેષ્ઠ માઈલેજ ધરાવતી કાર લોન્ચ કરી છે. જેની એક્સ-શોરૂમ કિંમત 4.99 લાખથી શરૂ થાય છે અને ટોચના મોડલ માટે 6.94 લાખ સુધી જાય છે. આ સુંદર દેખાતી કાર સાથે મારુતિ સુઝુકીએ K10C ડ્યુઅલજેટ એન્જિન આપ્યું છે. જે 66 bhp પાવર અને 89 Nm પીક ટોર્ક બનાવે છે. કંપનીએ આ કાર સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપ્યું છે અને વિકલ્પ તરીકે AMT ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ છે. દાવો કરવામાં આવે છે કે, આ કાર એક લીટર પેટ્રોલમાં 26.68 કિમી સુધી ચલાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમદાર માઈલેજ મળશે-
શાનદાર લૂક સાથે કારની માઈલેજ પણ એટલી જ સારી છે જે 26.68 કિલોમીટર\લિટર છે.


એકદમ અલગ લૂક-
મારુતિ સુઝુકીએ અગાઉની સરખામણીમાં સેલેરિયોના નવા મોડલને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે.


પૈસા વસૂલ ફિચર્સ-
કંપનીએ આ કારમાં ફીચર્સની કોઈ કમી રાખી નથી.


આરામદાયક કેબિન-
નવી સેલેરિયોની કેબિનને પહેલા કરતા વધુ આરામદાયક બનાવવામાં આવી છે.


પાછળનો ભાગ આકર્ષક-
આ કારનો લૂક જેટલો આકર્ષક બનાવવામાં આવ્યો છે તેવી જ રીતે રિયર પ્રપોર્શન પણ દમદાર છે.