મારુતિની આ કાર પર બંપર ઓફર, નવી એડિશન લોન્ચ થતા જ કિંમત ઘટી ગઈ
મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ વેલોસિટી એડિશનને લિમિટેડ એડિશન તરીકે રજૂ કરાઈ છે. એટલે કે તેનું વેચાણ થોડા દિવસ માટે જ હશે. આથી જો તમે આ કાર ખરીદવામાં વિલંબ કરશો તો ફરી તક મળશે નહીં. મારુતિએ આ અગાઉ એસેસરીઝ પેક રજૂ કર્યું હતું.
મારુતિ સુઝૂકીએ Fronx એસયુવીની એક નવી એડિશન લોન્ચ કરી છે. કંપનીએ તેનું નામ ફ્રોન્ક્સ વેલોસિટી એડિશન રાખ્યું છે. મારુતિ ફ્રોન્ક્સની આ લેટેસ્ટ એડિશન 14 પેટ્રોલ અને સીએનજી વેરિએન્ટ્સમાં જોવા મળશે. તેની શરૂઆતની એકસ શોરૂમ કિંમત 7.29 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેના કારણે ફ્રોન્ક્સની કિંમત લગભગ 23 હજાર રૂપિયા જેટલી ઘટી ગઈ છે. મારુતિએ આ નવી એડિશનમાં કેટલાક ફેરફાર કર્યા છે જેના વિશે અમે તમને અહીં જણાવીશું.
અત્રે જણાવવાનું કે મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સ વેલોસિટી એડિશનને લિમિટેડ એડિશન તરીકે રજૂ કરાઈ છે. એટલે કે તેનું વેચાણ થોડા દિવસ માટે જ હશે. આથી જો તમે આ કાર ખરીદવામાં વિલંબ કરશો તો ફરી તક મળશે નહીં. મારુતિએ આ અગાઉ એસેસરીઝ પેક રજૂ કર્યું હતું. વેલોસિટી એડિશનના લોન્ચ થયા બાદ ફ્રોન્ક્સની શરૂઆતની કિંમત લગભગ 23 હજાર રૂપિયા જેટલી ઘટી ગઈ છે. જો કે આટલા ભાવ ઘટ્યા બાદ પણ તમને ઘણા સારા ફીચર્સ અને ડિઝાઈનિંગ સ્ટાઈલ જેવા ફાયદો તો મળશે જ.
કારની કિંમત
ફ્રોન્ક્સની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 7.51 લાખ રૂપિયા હતી જે તેના એન્ટ્રી લેવલ સિગ્મા વેરિએન્ટના ભાવ છે. જ્યારે વેલોસિટી એડિશનની એક્સ શોરૂમ કિંત 7.29 રૂપિયાથી શરૂ થાય છે. ઓછા ભાવ બાદ પણ તમને વેલોસિટીમાં ફ્રન્ટ બંપર, ગ્રિલ, હેડલાઈટ, અને વ્હીલ વેલ્સ પર કોન્ટ્રાસ્ટ ગાર્નિશનો સાથ મળશે.
ફીચર્સ
ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, અને ડેલ્ટા પ્લસ (ઓ) ટ્રીમ 1.2 લીટર એન્જિન સાથે આવે છે. વેલોસિટી એડિશનમાં અલગથી રેડ સાઈડ મોલ્ડિંગ, રેડ અને બ્લેક રિયર સ્પોઈલર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રેડ ઓઆરવીએમ કવર, પાછલા દરવાજાઓ પર ગાર્નિશિંગ, રેડ ડેશમેટ જેવા ફીચર્સ પણ મળશે. ફ્રોન્ક્સના 100hp ટર્બો વેરિએન્ટમાં પહેલા જેવી સ્ટાઈલ મળશે. જેમાં રેડ અને ગ્રે એક્સટીરિયરની પેઈન્ટ સ્કીમ છે. આ ઉપરાંત અંદર કાર્બન ફિનિશ જેવી ખુબીઓ પણ અપાઈ છે.
એન્જિન અને સ્પેસિફિકેશન
નવી એડિશનના એન્જિનમાં કોઈ ફેરફાર થયો નથી. તેમાં પહેલાની જેમ 1.2 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે મેન્યુઅલ અને એએમટી ઓટો ઓપ્શન્સ સાથે આવે છે. 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિનના પાવર પ્લે વેરિએન્ટમાં મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટો ગિયરબોક્સનો સાથ મળે છે. ફ્રોન્ક્સ એસયુવી સીએનજી ઓપ્શન સાથે પણ આવે છે, જેનાથી સારી માઈલેજ મળી શકે છે.