Wagon R ને ભૂલી જાવ, આ કાર છે મારૂતિ સુઝુકીનું ખરૂ સોનું, માઇલેજમાં સૌથી આગળ
Cars Under 15 Lakh: જો તમે કોઈ એવી કાર શોધી રહ્યાં છો જો તમને જબરદસ્ત સ્ટાઇલની સાથે-સાથે માઇલેજ, પરફોર્મંસ અને સેફ્ટી પણ આપે તો મારૂતિની આ કારમાં તે બધી ખુબીઓ છે. તે તમને બધા જરૂરી ફીચરની મજા આપશે.
Best Car Under 15 Lakh: કાર ખરીદવા સમયે દરેક વ્યક્તિ એવું વિચારે છે કે એવી ગાડીમાં પૈસા લગાવવામાં આવે જે માઇલેજ, મજબૂતી અને લુક્સ ત્રણેયમાં શાનદાર હોય. બજારમાં અનેક મોડલ ઉપલબ્દ છે, પરંતુ બધામાં દરેક ગુણ મળતો નથી. કોઈ મજબૂત છે તો માઇલેજમાં માત ખાય છે તો કોઈ લુક્સમાં. પરંતુ મારૂતિ ગ્રાન્ડ વિટારા એવી ગાડી છે જેને તમે સર્વગુણ સંપન્ન કારના લિસ્ટમાં રાખી શકો છો. એકવાર આ ગાડીને ખરીદી લીધી તો 15 વર્ષ સુધી વિચારવાનું નહીં. તેમાં માઇલેજ, લુક્સ અને મજબૂતી ત્રણેયની ખુબીઓનું કોકટેલ મળશે.
ભારતીય બજારમાં પાછલા વર્ષે લોન્ચ થયેલી મારૂતિ ગ્રાન્ડ વિટારા (Maruti Suzuki Grand Vitara)એક એવી કાર છે, જેમાં ઘણા પ્રકારની ખુબીઓ છે. આ કાર ખરીદવાના દરેક પાંસા પર ખરી ઉતરી રહી છે. ગ્રાન્ડ વિટારામાં સારી સ્પેસ, સારી ડિઝાઇન, વધુ ગ્રાઉન્ડ ક્લીયરેન્સ, પાવરફુલ એન્જિન અને શાનદાર માઇલેજ જેવી ઘણી ખુબીઓ છે. આ ખુબીઓને કારણે ગ્રાન્ડ વિટારા સેગમેન્ટની બીજી ગાડીઓને ટક્કર આપી રહી છે. આ કાર લાંબા સમય સુધી સાથ નિભાવી શકે છે.
કિંમત પણ ઓછી
મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાને ભારતમાં પાછલા વર્ષે 26 નવેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. ગ્રાન્ડ વિટારાની ઓન રોડ કિંમત 12.50 લાખ રૂપિયાથી શરૂ થઈ 23 લાખ રૂપિયાની નજીક જાય છે. ગ્રાન્ડ વિટારા સિગ્મા, ડેલ્ટા, ઝેટા, આલ્ફા, ઝેટા+ અને આલ્ફા+ સહિત છ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. ગ્રાન્ડ વિટારા 5 લોકો માટે બરોબર છે. ગ્રાન્ડ વિટારાનો મુકાબો કિઆ સેલ્ટોસ, હ્યુન્ડઈ ક્રેટા, એમજી એસ્ટર, ટાટા હેરિયર, સ્કોડા કુશક ્ને ફોક્સવેગન ટાઇગુનથી છે.
આ પણ વાંચોઃ હાઇબ્રિડ કાર ખરીદવી હોય તો પૈસા રાખો તૈયાર! આવનારા મહિનામાં થશે 5 કારની એન્ટ્રી
શાનદાર લુક અને ડિઝાઇન
મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા ઓપુલેન્ડ રેડ, નેક્સા બ્લૂ, આર્કટિક વ્હાઇટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, ગ્રેન્ડર ગ્રે, ચેસ્ટનટ બ્રાઉન, બ્લેક રૂફની સાથે આર્કટિક વ્હાઇટ, બ્લેક રૂફની સાથે સ્પ્લેન્ડિડ સિલ્ર અને બ્લેક રૂફની સાથે ઓપુલેન્ડ રેડ જેવા 9 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
ગ્રાન્ડ વિટારામાં બહારની તરફ એક સ્પ્લિટ હેડલેમ્પ ડિઝાઇન, નવા 16 ઇંચ ડુઅલ ટોન અલોય વ્હીલ્સ, કંટ્રાસ્ટ કલર્ડ સ્કિડ પ્લેટ્સ, રેપરાઉન્ડ એલઈડી ટેંલ લાઇટ્સ, એક શાર્ક-ફિન એન્ટીના, ચારે તરફ પ્લાસ્ટિક ક્લેડિંગથી લેસ છે અને હાઈ માઉન્ટેડ સ્ટોપ લેમ્પની સાથે ઈન્ટીગ્રેટેડ સ્પોઇલર જેવા ડિઝાઇન એલીમેન્ટ મળી જાય છે.
માઇલેજ પણ જબરદસ્ત
મારૂતિ ગ્રાન્ડ વિટારાની સૌથી મોટી ખાસિયત તેનું શાનદાર માઇલેજ છે. કારણ કે કંપની આ કારને માઇલ્ડ અને સ્ટ્રોન્ગ હાઇબ્રિડ વેરિએન્ટમાં રજૂ કરી રહી છે, આ કારણે તેનું માઇલેજ શાનદાર છે. ગ્રાન્ડ વિટારાના અલગ-અલગ વેરિએન્ટમાં 19.38 – 27.97 kmpl સુધીનું માઇલેજ મળી જાય છે.