Wagon R છોડો, મારુતિની આ કાર છે અસલ સોનું! માઈલેજમાં બધાથી આગળ, લીધા પછી 15 વર્ષ સુધી જલસા
Maruti Suzuki Grand Vitara : જ્યારે પણ આપણે કાર ખરીદવાનું વિચારીએ છીએ ત્યારે આપણે એવી કાર વિશે વિચારતા હોઈએ છીએ કે તે બજેટમાં હોય અને માઈલેજ પણ જબરદસ્ત આપતી હોય. આ ઉપરાંત મજબૂતી પણ સારી હોય. બજારમાં એવી અનેક કાર તમને જોવા મળશે કે જે આ ત્રણેય માપદંડોમાં ક્યાંક તો ખોટકાતી હોય. કોઈ મજબૂત હોય તો માઈલેજ ન હોય બધુ હોય તો બજેટમાં ન હોય. પરંતુ મારુતિની એક ગાડી એવી છે જે સર્વગુણ સંપન્નની યાદીમાં તમે મૂકી શકો.
Maruti Suzuki Grand Vitara : કાર ખરીદતી વખતે આપણે એવી ગાડી વિશે વિચારતા હોઈએ છીએ કે તે બજેટમાં હોય અને માઈલેજ પણ જબરદસ્ત આપતી હોય. ઉપરાંત મજબૂતી પણ સારી હોય. બજારમાં એવી અનેક કાર તમને જોવા મળશે કે જે આ ત્રણેય માપદંડોમાં ક્યાંક તો ખોટકાતી હોય. કોઈ મજબૂત હોય તો માઈલેજ ન હોય બધુ હોય તો બજેટમાં ન હોય. પરંતુ મારુતિની એક ગાડી એવી છે જે સર્વગુણ સંપન્નની યાદીમાં તમે મૂકી શકો. આ ગાડી ખરીદી લીધી તો 15 વર્ષ સુધી પછી વિચારવું જ ન પડે. તેમાં તમને માઈલેજ, લુક્સ અને મજબૂતી આ ત્રણેય વસ્તુ જોવા મળી શકે છે.
મારુતિની આ કાર જબરદસ્ત
મારુતિની ગ્રાન્ડ વિતારા એક એવી કાર છે જેમાં અનેક પ્રકારની ખુબીઓ છે. આ કાર ખરીદનારાના દરેક માપદંડો પર ખરી ઉતરી રહી છે. ગ્રાન્ડ વિતારામાં સારી સ્પેસ, સારી ડિઝાઈન, વધુ ગ્રાઉન્ડ ક્લીયરન્સ, પાવરફૂલ એન્જિન, અને સારી માઈલેજ જેવી અનેક ખુબીઓ છે. તેની ખુબીઓના કારણે ગ્રાન્ડ વિતારા સેગમેન્ટની બીજી ગાડીઓને જબરદસ્ત ટક્કર આપે છે. આ કાર લાંબા સમય સુધી તમારો સાથ નિભાવી શકે છે.
કિંમત પણ ઓછી
મારુતિ સુઝૂકી ગ્રાન્ડ વિતારાને ભારતમાં ગત વર્ષ 26 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરાઈ હતી. ગ્રાન્ડ વિતારાની ઓન રોડ કિંમત 12.50 લાખ રૂપિયાથી શરૂ થઈને 23 લાખ રૂપિયા સુધી પહોંચે છે. ગ્રાન્ડ વિતારા સિગ્મા, ડેલ્ટા, ઝેટા, આલ્ફા, ઝેટા પ્લસ અને આલ્ફા પ્લસ સહિત છ વેરિએન્ટમાં આવે છે. ગ્રાન્ડ વિતારામાં 5 લોકો માટે પૂરતી જગ્યા છે. ગ્રાન્ડ વિતારાનો મુકાબલો કિઆ સેલ્ટોસ, હુન્ડઈ ક્રેટા, એમજી એસ્ટર, ટાટા હેરિયર, સ્કોડ કુશક અને ફોક્સવેગન ટાઈગુન સાથે છે.
જબરદસ્ત લૂક અને ડિઝાઈન
મારુતિ સુઝૂકીની ગ્રાન્ડ વિતારા ઓપુલેન્ટ રેડ, નેક્સા બ્લુ, આર્કટિક વ્હાઈટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, ગ્રાન્ડર ગ્રે, ચેસ્ટનટ બ્રાઉન, બ્લેક રૂફ સાથે આર્કટિક વ્હાઈટ, બ્લેક રૂફ સાથે સ્પ્લેન્ડિડ સિલ્વર અને બ્લેક રૂફ સાથે ઓપુલેન્ટ રેડ જેવા 9 કલર ઓપ્શનમાં મળે છે. ગ્રાન્ડ વિતારામાં બહારની બાજુ એક સ્પ્લિટ હેડલેમ્પ ડિઝાઈન, નવા 16 ઈંચ ડ્યુઅલ ટોન અલોય વ્હીલ્સ, કોન્ટ્રાસ્ટ કલર્ડ સ્કિડ પ્લેટ્સ, રેપરાઉન્ડ એઈડી ટેલ લાઈટ્સ, એક શાર્ક ફિન એન્ટીના, ચારે બાજુ પ્લાસ્ટિક ક્લેડિંગથી લેસ છે. અને હાઈ માઉન્ટેડ સ્ટોપ લેંપ સાથે ઈન્ટીગ્રેટેડ સ્પોઈલર જેવી ડિઝાઈન એલિમેન્ટ મળી જાય છે.
માઈલેજ પણ સુપર
મારુતિ ગ્રાન્ડ વિતારાની સૌથી મોટી ખાસિયત તેની જબરદસ્ત માઈલેજ છે. કંપની આ કારને માઈલ્ડ અને સ્ટ્રોંગ હાઈબ્રિડ વેરિએન્ટમાં રજૂ કરી રહી હોવાના કારણે માઈલેજ પણ શાનદાર છે. ગ્રાન્ડ વિતારાના અલગ અલગ વેરિએન્ટ્સમાં 19.38 – 27.97 kmpl સુધીની માઈલેજ મળી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube