Maruti Suzuki એ નવા વર્ષમાં પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. કંપનીએ બુધવારે જાણકારી આપી છે કે તેનાથી સિલેક્ટેડ કારની કિંમતોમાં 10,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. Maruti Suzuki એ કોમોડિટીના ભાવમાં વધારો અને ફોરેન એક્સચેંજ રેટને કારણ ગણાવ્યું છે. સ્ટોક એક્સચેંજોને આપવામાં આવેલી જાણકારીમાં Maruti Suzuki એ કહ્યું કે કોમોડિટીના ભાવ વધતાં અને ફોરેન એક્સચેંજ રેટ્સ વગેરેના કારણે સિલેક્ટેડ મોડલ્સના ભાવ વધશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Harley Davidson લોંચ કરશે ઈ-મોટરસાઇકલ LiveWire, જાણો શું હશે કિંમત અને ખાસિયતો


આજથી મોંઘી થઇ Maruti Suzuki ની સિલેક્ટેડ કાર
કંપની કહ્યું છે કે સિલેક્ટેડ મોડલ્સની કિંમતમાં 10,000 રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી) સુધી વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો આજથી એટલે કે 10 જાન્યુઆરીથી લાગૂ થશે. જોકે Maruti Suzuki એ આ વાતની જાણકારી આપી નથી કે કારના કયા મોડલની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે. 

CNG વેરિએન્ટમાં આવી શકે છે નવી Maruti Ertiga, જાણો ક્યારે થશે લોન્ચ


દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની Maruti Suzuki એંટ્રી લેવલ Alto 800 થી માંડીને પ્રીમિયમ ક્રોસઓવર S-Cross સુધી વેચે છે જેની કિંમત 2.53 લાખ રૂપિયાથી માંડીને 11.45 લાખ રૂપિયા (એક- શોરૂમ, દિલ્હી) છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે  Maruti Suzuki ના શેર NSE પર 0.40% ના ઘટાડા સાથે 7,463.10 રૂપિયા પર કારોબાર કરી રહ્યા હતા.