ટાટાને ટક્કર આપવા EV સેગમેન્ટમાં એન્ટ્રી કરશે મારૂતિ, લોન્ચ થશે આ 3 નવી ઈલેક્ટ્રિક કાર
ઈલેક્ટ્રિક સેગમેન્ટની કાર માર્કેટમાં અત્યારે ટાટા મોટર્સનો એકછત્ર દબદબો છે. હવે ભારતમાં સૌથી વધુ વેચાણ કરતી મારૂતિ સુઝુકી આવનારા સમયમાં 3 નવી ઈલેક્ટ્રિક કારો લોન્ચ કરવાની છે.
નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધુ કાર વેચનારી કંપની મારૂતિ સુઝુકી (Maruti SUZUKI)હવે ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. નોંધનીય છે કે મારૂતિની કારો હેચબેક, એસયુવી અને સેડાન સેગમેન્ટના વેચાણમાં ટોપ પર રહે છે. પરંતુ ઈલેક્ટ્રિક સેગમેન્ટની કારોમાં ટાટા મોટર્સનું એકછત્ર રાજ છે. ભારતમાં ઈલેક્ટ્રિક સેગમેન્ટની કાર માર્કેટમાં 75 ટકા પર ટાટાનો કબજો છે. તેવામાં આગામી સમયમાં મારૂતિ 3 નવી ઈલેક્ટ્રિક હેચબેક અને એસયુવી લોન્ચ કરવાની છે. આવો જાણીએ મારૂતિની અપકમિંગ કારો વિશે.
Maruti eVX SUV
મારૂતિ સુઝુકી ભારતમાં પોતાના EV ની શરૂઆત મિડ-સાઇઝ એસયુવી eVX ની સાથે કરશે. અપકમિંગ મારૂતિ કાર 5 સીટર સેગમેન્ટમાં આવવાની આશા છે. નોંધનીય છે કે આ કારનો માર્કેટમાં મુકાબલો હ્યુન્ડઈની ક્રેટા અને હેરિયર ઈવીથી થશે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અપકમિંગ મારૂતિ eVX પોતાના ગ્રાહકોને લગભગ 550 કિમી સુધીની રેન્જ આપશે.
આ પણ વાંચોઃ આવી ગયું મારુતિ વેગનઆરનું ફ્લેક્સ ફ્યૂલ મોડલ! ઓછા ખર્ચે દોટ મૂકશે આ કાર
Maruti’s electric MPV (YMC)
મારૂતિ સુઝુકી મોટા પરિવારના ગ્રાહકોને ટાર્ગેટ કરવા માટે બોર્ન-ઈવી આર્કિટેક્ચર પર બેસ્ડ એક નવી ઈલેક્ટ્રિક MPV લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેને ટોયાટા દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત કરવામાં આવી રહી છે. આ મારૂતિની પ્રથમ ઈલેક્ટ્રિક એમપીવી હશે અને સપ્ટેમ્બર 2026માં લોન્ચ થવાની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે અપકમિંગ એમપીવી એક થ્રી-લાઇન કાર હોઈ શકે છે.
Suzuki small electric hatch (K-EV)
મારૂતિ, મોડ્યુલર ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ (K-EV)પર ઓછા ખર્ચ વાળી ઈવી વિકસિત કરી રહી છે. મારૂતિનું પ્રથમ મોડલ જાપાન મોબિલિટી શોમાં દેખાડેલ
eWX કોન્સેપ્ટ પર બેસ્ડ એક સાવ નવી EV હોઈ શકે છે. આ મોડલ 2026-2027માં ભારતમાં લોન્ચ થઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અપકમિંગ મારૂતિ હેચબેકની કિંમત બીજી ઈલેક્ટ્રિક કારોની તુલનામાં ઓછી હોઈ શકે છે.