ભારતમાં અન્ય કંપનીઓની સરખામણીએ મોટા ભાગે લોકો મારૂતિ સુઝુકીની નાના કદની કાર લેવાનું પસંદ કરતા હોય છે. કાર માર્કેટમાં મારૂતિ સુઝુકીનો દબદબો વર્ષોથી છે. તેવામાં SUV કારો માટે મહિન્દ્રાનું નામ પહેલા આવે. પરંતુ જેમ જેમ સ્પર્ધા વધી રહી છે તેમ આ 2 દિગ્ગજ કંપનીઓ પણ એક પછી એક શાનદાર SUV કાર લોન્ચ કરી રહી છે. મહિન્દ્રાની થાર વિશે તો તમે સૌ કોઈ જાણતા હશો. હવે આ ધાસુ કારને ટક્કર આપવા મારૂતિ સુઝુકી પોતાની નવી કાર જિમ્નીને ભારતીય બજારમાં આગામી સમયમાં લોન્ચ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુઝુકીની નવી ઑફ-રોડરની 5-ડોર જિમ્ની SUVને યુરોપમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી. કારની સિગ્નેચર બોક્સી ડિઝાઇન સરળતાથી ઓળખી શકાય તેવી જોવા મળી. ડોર હેન્ડલ્સ સાથે પાછળના દરવાજા, પાછળની વધારાની બારીઓ અને એક્સટેન્ડેડ વ્હીલબેઝ જેવી સુવિધાઓ પુષ્ટિ કરે છે કે તે જીમ્ની એસયુવીનું 5-ડોરનું વર્ઝન છે.


કારની સાઈઝ-
આ પ્રોટોટાઇપ મોડલમાં ટેલગેટ માઉન્ટેડ સ્પેર વ્હીલ દેખાતું નથી. પરંતુ પ્રોડક્શન વર્ઝનમાં તે આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, 5 ડોર જિમ્નીમાં 2550 mm લાંબો વ્હીલબેસ છે અને તેની લંબાઈ 3850 mm છે. તેની કુલ પહોળાઈ અને ઊંચાઈ તેના 3-ડોર વર્ઝન જેટલી જ હશે. પાછળની સીટમાં બેસનારા માટે વધુ લેગરૂમ બનાવવા માટે સીડી-ફ્રેમ આર્કિટેક્ચરને એક્સટેન્ડ કરવામાં આવશે. આ કારણે આ SUVમાં એક્સ્ટ્રા બૂટ સ્પેસ પણ મળશે.


ફીચર્સ-
તસવીરો દર્શાવે છે કે નવી 5-ડોરની જીમ્નીમાં એક નવી મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે જે નવા બ્રેઝા જેવી જ દેખાશે. એવું લાગે છે કે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર 3-ડોર વર્ઝનમાંથી લેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ મારુતિ સુઝુકી આવતા વર્ષે ભારતીય બજારમાં 5-ડોર જિમ્ની લોન્ચ કરી શકે છે. જોકે, કંપની હાલમાં તેની લોન્ચ તારીખ, સ્પેસિફિકેશન અને કિંમત નક્કી કરી રહી છે.


એન્જિન અને માઈલેજ-
ભારતમાં, મારુતિ જિમ્નીને બ્રેઝાના 1.5-લિટર K15C પેટ્રોલ એન્જિન સાથે માઈલ્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. આ એન્જિન 103bhpનો મહત્તમ પાવર અને 137Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સામેલ હોઈ શકે છે. અપડેટેડ પેટ્રોલ મોટર સાથે આ કાર મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 20.15 kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 19.80 kmplની માઈલેજનો દાવો કરે છે.


ક્યારે થશે લોન્ચ-
નવી મારુતિ જિમ્ની 5-ડોર આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે. તેને જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાનાર 2023 ઓટો એક્સપોમાં પ્રદર્શિત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube