નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝ્લના ભાવ ફરીથી વધવા લાગ્યા છે અને હવે આ સમસ્યાથી કદાચ જ છુટકારો મળી શકે. તેને જોતાં વાહન નિર્માતા કંપની સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત અન્ય વિકલ્પો પર કામ કરી રહી છે જે ઇંધણની નિર્ભરતાને ખતમ કરી શકે છે. તેમાં હાલ સીએનજી અને ઇલેક્ટ્રિક વાહન જ માર્કેટમાં ઉપલબ્ધ છે. પરંતુ જલદી જ ફ્લેક્સ ફ્યૂલ (Flex Fuel) વાળા વાહનો પણ બજારમાં આવવા લાગ્યા છે. મારૂતિ સુઝુકીએ ગત વર્ષે સેલેરિયો ભારતમાં લોન્ચ કરી હતી અને તેને આ વર્ષની શરૂઆતમાં જ કંપનીએ તેના સીએનજી મોડલને બજારમાં રજૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીમાં જોવા મળ્યું ટેસ્ટ મોડલ
હવે મારૂતિ સુઝુકી આ કારના ફ્લેક્સ ફ્યૂલ વેરિએન્ટ પર સંભવિત રૂપથી કામ કરી રહી છે જેને તાજેતરમાં જ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. તમને જણાવી દઇએ કે રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે આગામી 6 મહિનામાં વાહન નિર્માતા ભારતમાં ફ્લેક્સ ફ્યૂલવાળા વાહન માર્કેટમાં રજૂ કરવાના છે. કંપની ટૂંક સમયમાં ઘણા એવા વ્યાજબી વાહનો સાથે આ એન્જીનને રજૂ કરી શકે છે. મારૂતિ સુઝુકી સેલેરિયોને સંભવિત ફ્લેક્સ ફ્યૂલ મોડલ દિલ્હી-એનસીઆરમાં ટેસ્ટિંગ દરમિયાન દેખાયું હતું. 

બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો


1.0 લીટર સીરીઝ પેટ્રોલ એન્જીન
સેલેરિયો સીએનજી સાથે સ્ટાડૅર્દ સેલેરિયો પેટ્રોલવાળા ડિઝાઇન અને તમામ ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ફક્ત સીએનજી ટેન્ક છે જે કારના પાછળના ભાગમાં લગાવવામાં આવ્યું છે. આ સાથે જ 1.0- લીટરનું ડુઅલ જેટ વીવીટીના કે-સીરીઝ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે જે 60 લીટર ક્ષમતાવાળી સીએનજી ટેન્ક સાથે જોડાયેલ છે. મારૂતિ સુઝુકીનું કહેવું છે કે એક કિલો સીએનજીમાં સેલેરિયોને 35.60 કિમી સુધી ચલાવી શકાય છે. મારૂતિ સુઝુકીએ સેલેરિયો સીએનજી એક્સશોરૂમ કિંમત 6.58 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 

તમે પણ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? આ વાતોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ


1 Kg CNG માં 35.60 KM માઇલેજ
મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજીમાં લાગેલું એન્જીન 82.1 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે જે પેટ્રોલ વેરિએન્ટમાં મળનાર 89 એનએમના મુકાબલે ઓછો છે. આ ઉપરાંત સીએનજી મોડલનું એન્જીન 56 હોર્સપાવર બનાવે છે જે પેટ્રોલ એન્જીનમાં 64 બીએચપી હોય છે. પરંતુ અહીં સેલેરિયો સીએનજી સૌથી મોટી ખાસિયત તેની લો રનિંગ કોસ્ટ છે જે ભારતીય ગ્રાહકોનો મહત્વનો મુદો છે. કારનું પેટ્રોલ વેરિએન્ટ એક લીટરમાં 26.68 કિમીની માઇલેઝ આપે છે, તો બીજી તરફ સીએનજી વેરિએન્ટ એક કિલોમાં 35.60 કિમી સુધી ચલાવી શકાય છે. કારનો મુકાબલો સેગમેંટની હ્યુન્ડાઇ સેંટ્રો સીએનજી ઉપરાંત જલદી જ લોન્ચ થનાર ટાટા ટિઆગો સીએનજી સાથે થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube