ભારતમાં હજુ સુધી તો પેટ્રોલ-ડીઝલ સાથે રસ્તાઓ પર ચાલતી હાઈબ્રિડ અને ઈલેક્ટ્રોનિક કારોનું જ નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ હવે બહુ જલદી હવામાં ઉડતી ફ્લાઈંગ કાર પણ જોવા મળશે. બુધવારે વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશની દિગ્ગજ વાહન નિર્માતા કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ હવામાં ઉડનારી ફ્લાઈંગ કારના કોન્સેપ્ટ મોડલને શોકેસ કર્યું. આ સાથે જ કંપનીએ પોતાની આગામી ઈલેક્ટ્રિક કાર ઈવીએક્સના કોન્સેપ્ટ મોડલને પણ પ્રદર્શિત કર્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં પ્રદર્શિત મારુતિના ફ્લાઈિંગ અને ઈવીએક્સ કારનું અવલોકન પીએમ મોદીએ પણ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટ ગુજરાતમાં પ્રદર્શિત
મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ પોતાના અપડેટેડ પ્રોટોટાઈપ ઈલેક્ટ્રિક કાર ઈવીએક્સને ગત વર્ષ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત ઓટો એક્સ્પો 2023માં પણ પ્રદર્શિત કરી હતી. આ ઉપરાંત 29-31 ઓક્ટોબર 2023ના રોજ ટોક્યોમાં આયોજિત જાપાન મોબિલિટી શોમાં મારુતિની જાપાની સહયોગી કંપની સુઝૂકીએ પણ ઈવીએક્સને શોકેસ કરી હતી. સૌથી ખાસ વાત એ છે કે મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ ભારતમાં ફ્લાઈંગ કાર સર્વિસ શરૂ કરવામાં રસ દાખવતા ઉડતી કારના કોન્સેપ્ટ મોડલને વાઈબ્રન્ટ ગુજરાતમાં પ્રદર્શિત કર્યું છે. 


પ્રોડક્શનની નજીક મારુતિ ઈવીએક્સ
અત્રે જણાવવાનું કે મારુતિ ઈવીએક્સમાં ઓલ ઈલેક્ટ્રિક એસયુવી કોન્સેપ્ટને સામેલ કરાયો છે. અપડેટેડ પ્રોટોટાઈપ ઓટો એક્સ્પો 2023માં પ્રદર્શિત ગત એડિશનની સરખામણીમાં અનેક સુક્ષ્મ અપડેટ સાથે આવે છે. પ્રોડક્શન સ્પેક મારુતિ સુઝૂકી ઈવીએક્સ લગભગ ગ્રાન્ડ વિતારા એસયુવી જેવી સાઈઝમાં હશે. જેની લંબાઈ 4300 મિમી હશે. અપડેટેડ પ્રોટોટાઈપ એ પણ સંકેત આપે છે કે કાર ઉત્પાદનની નજીક પહોંચી રહી છે અને તેની ડિઝાઈન કોન્સેપ્ટ મોડલ જેવી જ હશે. 


કિંમત કેટલી હશે
ભારતમાં ટેસ્ટિંગ દરમિાયન મારુતિ ઈવીએક્સ એકવાર ફરીથી કેમેરામાં કેદ થઈ છે. આ વખતે આ ગાડી ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ જોવા મળી છે. ભારતમાં મારુતિ ઈવીએક્સના પ્રોડક્શન મોડલને એપ્રિલ 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. અનુમાન છે કે મારુતિ ઈવીએક્સની કિંમત 25 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ એક 5 સીટર કાર છે. જેમાં પાંચ લોકો બેસી શકશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube