નવી દિલ્હી: Maruti new SUV: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા લિમિટેડ હવે પોતાની એક બીજી કોમ્પેક્ટ એસયૂવી ઉતારવાની તૈયારી કરી છે. આ નવી એસયૂવી પ્રીમિયમ હેચબેક કાર બલેનો પર બેસ્ડ હશે. આ એસયૂવી પોતાના સેગ્મેંટમાં બેસ્ટ સેલિંગ કારોમાંથી એક છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્નોલોજીની દુનિયામાં આવ્યા એવા યુનિક ડિવાઈસ જેને ખરીદવાની થઈ જશે ઈચ્છા


આ છે આ મોડલનું કોડનેમ
મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીએ આ મોડલનું કોડનેમ YTB રાખ્યું છે અને તેની ડિઝાઇન અથવા તો કૂપેની માફક હશે અથવા પછી ક્રોસ ઓવર જેવી જ હોઇ શકે છે. 


જેમકે અમે જણાવ્યું કે આ કંપનીની માફક બીજી કોમ્પેક્ટ એસયૂવી હશે. આ પહેલાં કંપનીએ વર્ષ 2016માં પોતાની Vitara Brezza ને લોન્ચ કરી હતી. જોકે કંપનીએ આ પહેલાં ડીઝલ એન્જીન સાથે બજારમાં રજૂ કરી હતી, પરંતુ આ વર્ષની શરૂઆતમાં કંપનીએ ડીઝલ વેરિએન્ટને ડિસ્કંટીન્યૂ કરતાં તેને નવા અપડેટેડ 1.5 લીટર પેટ્રોલ એન્જીન સાથે બજારમાં ઉતારી છે. 

કાર્સની Airbags અને લોકિંગ સિસ્ટમ પર નવા નિયમ, સેફ્ટી માટે સરકારની કડકાઇ


આ ગાડીઓ છે પહેલાંથી હાજર
જાણકારોનું માનવું છે કે આ નવી Baleno બેસ્ડ એસયૂવી વ્યાજબી હશે અને કંપની તેમાં સેગ્મેંટના અનુસાર તમામ સારા ફીચર્સને સામેલ કરશે. આ સેગ્મેંટૅમાં પહેલાંથી જ Hyundai Venue, Kia Sonet અને Tata Nexon જેવી ગાડીઓ હાજર છે.  


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube