નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇંડીયાએ ભારતમાં નવી જનરેશન લોંચ કરી દીધી છે. મારૂતિએ પોતાની સૌથી પોપ્યુલર કાર સ્વિફ્ટના ટોપ વેરિએંટને ઓટોમેટિક ગિયરબોક્સની સાથે લોંચ કરી છે. કંપનીની આ નવી જનરેશન સ્વિફ્ટ હવે AGS એટલે કે ઓટો ગિયર શિફ્ટ સાથે આવશે. પહેલીવાર સ્વિફ્ટના ટોપ મોડલમાં AGS આપવામાં આવ્યું છે. મારૂતિ સુઝુકીએ સ્વિફ્ટના પેટ્રોલ-ડીઝલ બંને એંજીનની સાથે આ મોડલને ઉતાર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી હશે કિંમત
મારૂતિ સુઝુકીએ સ્વિફ્ટના પેટ્રોલ અને ડીઝલ બંને એંજીન સાથે AGS આપ્યું છે. જે કારના ZXi અને ZDiમાં ઉપલબ્ધ છે. આ દિલ્હીમાં 7.76 લાખ રૂપિયા અને 8.76 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) રાખવામાં આવી છે. કારના લોંચીગ વખતે મારૂતિએ આ ઓટો ગિયરબોક્સને નવી જનરેશન સિફ્ટના VZi, ZXi, VDi અને ZDi મોડલ્સમાં ઉપલબ્ધ કરાવ્યું હતું.  


કેવું છે એંજીન
આ નવી સ્વિફ્ટ કારમાં 1.2 લીટર K-સીરીઝનું પેટ્રોલ એંજીન આપ્યું છે જોકે 83 બીએચપી પાવર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એંજીનની વાત કરીએ તો તેમાં 1.3 લીટરનું ડીઝલ એંજીન આપ્યું છે, જે 74 બીએચપી પાવર અને 190 એનએમ ટોર્ક જનરેટ કરે છે.


ફિચર્સમાં પણ કર્યા ફેરફાર
મારૂતિએ નવી જનરેશન સ્વિફ્ટમાં નવા હાઇટેક પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. બિલકુલ નવઈ સ્ટાઇલ અને ડિઝાઇનમાં સ્વિફ્ટ (AGS)ને ઉતારવામાં આવી છે. સાથે જ મારૂતિ કારે ફિચર્સમાં LED પ્રોજેક્ટર હેડલેંપ, LED ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ, ઓટો હેડલેપ ફંક્શન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ટૂ ટોપ એલોય વ્હીલ્સ, કેમેરાની સાથે રિવર્સ પાર્કિંગ સેંસર, એપ્પલ કાર પ્લે સાથે સ્માર્ટપ્લે ઇંફોટેનમેંટ સિસ્ટમ, એંડ્રોઇડ ઓટો એન્ડ નેવિગેશન જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે તેને વોઇસ કમાંડથી ઓપરેટ કરી શકાય છે. 


ઇગ્નિસમાં કર્યું હતો AGSનો ઉપયોગ
મારૂતિએ સ્વિફ્ટ પહેલાં ઇગ્નિસમાં પણ AGSનો ઉપયોગ કર્યો હતો. ઇગ્નિસના ટોપ મોડલને ઓટોમેટિક ગિયર બોક્સની સાથે લોંચ કરી હતી, જે કારના બાકી 4 વેરિએન્ટના કેટલાક મહિના બાદ લોંચ કરવામાં આવી હતી. કંપનીના અનુસાર તે લાંબા સમય સુધી કારને તાજા બનાવી રાખવાની તક પણ આપી છે.  


આશાઓથી વધુ કાબિલ નવી સ્વિફ્ટ
મરૂતિ ઇન્ડીયાના સેલ્સ એન્ડ માર્કેટિંગના સીનિયર એક્ઝૂક્યૂટિવ ડાયરેક્ટર  આર એસ કલ્સીએ જણાવ્યું હતું કે ''નવી મારૂતિ સ્વિફ્ટ ગ્રાહકોની આશાઓથી વધુ કાબિલ હશે. સ્વિફ્ટે હંમેશા ગ્રાહકોની અપેક્ષાઓને પુરી કરી છે. ગ્રાહકોને પણ AGSને ખૂબ વખાણી છે. ઓટોમેટિક ગિયરબોક્સ કાર ટોપ મોડલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. એવામાં કંપનીએ ગ્રાહકોની માંગ અનુસાર, સ્વિફ્ટના ટોપ મોડલની સાથે ઓટો ગિયર શિફ્ટ આપી છે. તેનાથી આગામી સમયમાં સ્વિફ્ટ બ્રાંડ અને કંપનીને ખૂબ મજબૂતી મળશે.