Maruti Suzuki Grand Vitara: ભારતીય માર્કેટમાં SUV કારની માગમાં વધારો થયો છે. કિયા, MG, હ્યુન્ડાઈ, હોન્ડા સહિતની કંપનીઓ નવા નવા ફીચર્સ સાથે SUV કાર્સ લોન્ચ કરી રહી છે. આ વચ્ચે દેશની દિગ્ગજ કાર કંપની મારૂતિ સુઝુકીએ પોતાની સૌથી શ્રેષ્ઠ ગ્રાન્ડ વિટારાને લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ વખતે કારમાં અનેક નવા નવા ફેરફાર કર્યા છે. એવું પણ માનવામાં આવે છે કે મારુતિની ગ્રાન્ડ વિટારા હુન્ડાઈ ક્રેટા, કિઆ સેલ્ટોસ અને MG એસ્ટર જેવી SUV કાર્સને ટક્કર આપશે. શું ખાસ છે ગ્રાન્ડ વિટારામાં આવો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સપ્તાહે કાર લોન્ચિંગનું એલાન થઈ શકે-
મારુતિ સુઝુકીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે ગ્રાન્ડ વિટારાનું વેચાણ 26 સપ્ટેમ્બરે નવરાત્રિની શરૂઆત સાથે શરૂ થશે. તેમણે કહ્યું કે એવી અપેક્ષા છે કે ગ્રાન્ડ વિટારાની કિંમતો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. ગ્રાન્ડ વિટારા બીજી SUV હશે જેને મારુતિ ત્રણ મહિનામાં લોન્ચ કરશે. કંપનીએ 30 જૂને નવી વિટારા બ્રેઝા રજૂ કરી હતી.


ગ્રાન્ડ વિટારા મારૂતિની પહેલી હાઈબ્રિડ એન્જિન કાર હશે-
મારુતિ SUV સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે તે સતત નવા વાહનો માર્કેટમાં લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. ગ્રાન્ડ વિટારાને જાપાની ઓટો કંપની ટોયોટા મોટર કોર્પોરેશન અને સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ગ્રાન્ડ વિટારા એક મધ્યમ કદની SUV છે અને તે મારુતિ સુઝુકીની પ્રથમ કાર હશે જે હાઈબ્રિડ એન્જિન સાથે આવશે.


ગ્રાન્ડ વિટારામાં આ શાનદાર ફીચર્સ મળી શકે-
મારુતિ સુઝુકીએ ગત 11 જુલાઈથી ગ્રાન્ડ વિટારાનું પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. આ નવી SUVને માત્ર 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે. અત્યાર સુધીમાં 50,000થી વધુ ગ્રાન્ડ વિટારાનું બુકિંગ થઈ ચૂક્યું છે.


ગ્રાન્ડ વિટારા મારુતિની બીજી SUV હશે જે સનરૂફ ફીચર સાથે આવશે. અગાઉ કંપનીએ નવી બ્રેઝામાં સનરૂફ આપ્યું હતું. પેનોરેમિક સનરૂફ ઉપરાંત, ગ્રાન્ડ વિટારામાં 360-ડિગ્રી કેમેરા મળશે. જેના કારણે ડ્રાઈવરને કાર ચલાવવામાં સરળતા રહેશે. નવી બેલેનો અને બ્રેઝાની જેમ કંપનીએ તેમાં પણ હેડ-અપ ડિસ્પ્લે આપી છે.


કિંમત અને અન્ય ફીચર્સ-
ગ્રાન્ડ વિટારાની અંદાજિત કિંમત 9.5 લાખ (એક્સ-શોરૂમ) છે. આમાં, કંપની વેન્ટિલેટેડ સીટ, મલ્ટીપલ ડ્રાઈવિંગ મોડ્સ જેવી સુવિધાઓ પણ આપી રહી છે. કંપનીનો દાવો છે કે આ SUVને કોઈપણ હવામાન અને ટેરેનમાં ખૂબ જ સરળતાથી ચલાવી શકાય છે. મારુતિની નવી SUV ગ્રાન્ડ વિટારા 9-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360-ડિગ્રી કેમેરા, હેડ-અપ ડિસ્પ્લે સાથે આવશે.


હાઈબ્રિડ એન્જિન-
ગ્રાન્ડ વિટારાને હળવા અને મજબૂત-હાઈબ્રિડ પાવરટ્રેન ઓપશન મળશે. Vitara 1.5 લિટર K15C ડ્યુઅલજેટ પેટ્રોલ અને 1.5 લિટર TNGA પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે. ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાયડરમાં સમાન એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળશે.