Maruti વૈગનઆરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ, 4.84 લાખ મળશે આ ખૂબીઓ
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ ગત અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલી હેચબેક કાર વૈગન આરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કારનું નવું સીએનજી વેરિએન્ટ દિલ્હીમાં 4.84 લાખ રૂપિયા અને 4.89 લાખ રૂપિયા એક્સ શો રૂમની કિંમતે મળશે.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ ગત અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલી હેચબેક કાર વૈગન આરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કારનું નવું સીએનજી વેરિએન્ટ દિલ્હીમાં 4.84 લાખ રૂપિયા અને 4.89 લાખ રૂપિયા એક્સ શો રૂમની કિંમતે મળશે. સીએનજી મોડલને એલએક્સઆઇ અને એલએક્સઆઇ ઓ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ 1.0 લીટર એન્જીનવાળી વૈગન આરમાં કંપની ફિટેડ સીએનજી કિટની સાથે નવી કારને લોન્ચ કરવામાં આવી છે.
નીરવ મોદીના આલિશાન બંગલામાં થશે બ્લાસ્ટ, કિમતી સામાનની થશે હરાજી
33.54 કિમી માઇલેજનો દાવો
મારૂતિનો દાવો છે કે સીએનજી વૈગન-આર 33.54 કિમી પ્રતિ કિલોગ્રામની માઇલેજ આપશે. મારૂતિના વરિષ્ઠ કાર્યકારી નિર્દેશક (સેલ્સ એન્ડ માર્કેટિંગ)આરએસ કલસીએ જણાવ્યું હતું કે વૈગન આર એસ-સીએનજી ગ્રાહકોને જૂની વૈગન આરની તુલનામાં ઇંધણની 26 ટકા બચત કરશે. તેમાં સારી ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ આ વિશ્વનિય અને પર્યાવરણને અનુકૂળ છે.
Amazon માં ફક્ત 4 કલાક કામ કરીને દર મહિને કમાઇ શકો છો 60,000 રૂપિયા, વાંચો કેવી રીતે
5 લાખથી વધુ સીએનજી વ્હીકલનું વેચાણ
બંને નવા વેરિએન્ટની સપ્લાઇ દિલ્હી-એનસીઆર, ગુજરાત, મુંબઇ, પૂણે અને આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના તે ભાગોમાં કરવામાં આવશે જ્યાં સીએનજીનો પ્લાન્ટ ઉપલબ્ધ છે. કંપની અત્યારે પોતાના 7 મોડલ અલ્ટો 800, અલ્ટો કે10, વૈગન આર, સેલેરિયો, ઇકો, સુપર કૈરી અને ટૂર એસમાં કંપની ફિટેદ સીએનજી રજૂ કરે છે. કંપની અત્યાર સુધી તેના કારખાનાથી જ સીએનજી કિટ લગાવેલ 5 લાખથી વધુ વ્હીકલ વેચી ચૂકી છે.
TATA SKY ના કરોડો યૂજર્સના કામના સમાચાર, કંપની લોન્ચ કર્યો નવો પ્લાન
1.0 લીટર પેટ્રોલ એંજીનવાળી વૈગન-આર 5500 આરપીએમ પર 67 બીએચપી પાવર અને 3500 આરપીએમ પર એનએમ ટોર્ક જનરેટ કરે છે. પરંતુ સીએનજી ફિટેડ 1.0 લીટર એન્જીન 5500 આરપીએમ પર 58 બીએચપી પાવર અને 3500 આરપીએમ પર 78 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. કાર 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ્ની સાથે આવે છે.