નવી દિલ્લીઃ આજકાલ સ્માર્ટફોનમાં હાઈસ્પીડ પ્રોસેસરની માગ ખુબ વધુ છે. લોકોને સ્માર્ટફોન એકદમ ઝડપી રીતે ચાલે તેવા જોઈએ છે. આ માટે મીડિયાટેક(MediaTek) કંપનીએ હીલિયો(Helio) G96 અને G88 લેટેસ્ટ પ્રોસેસર લોન્ચ કર્યા છે. આવો જાણીએ આ બંને પ્રોસેસરની ખાસિયત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગજ મોબાઈલ ચિપસેટ નિર્માતા કંપની મીડિયાટેક(MediaTek)એ પોતાના 2 નવા ચિપસેટ લોન્ચ કર્યા છે. જેમાં MediaTek Helio G96 અને G88 સામેલ છે. આમાંથી MediaTek Helio G96માં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ સાથે ફુલ HD+ ડિસ્પ્લે સપોર્ટ કરે છે. આ સિવાય આ પ્રોસેસર 108 મેગાપિક્સલ લેંસને પણ હેંડલ કરી શકે છે. આમાં ડ્યુલ 4G LTE સપોર્ટ છે. જ્યારે MediaTek Helio G88માં 90Hz રિફ્રેશ રેટ, 64 મેગાપિક્સલ લેંસ અને 4G VoLTE સપોર્ટ કરે છે.


MediaTek Helio G96 AMOLED અને LCD બંને ડિસ્પ્લેને સપોર્ટ કરે છે. આમાં 2 ARM-CORTEX A76 CPU છે, જેની મહત્તમ ક્લોક સ્પીડ 2.05GHz છે. આ સાથે જ LPDDR4X રેમ અને UFS 2.2 સ્ટોરેજનો સપોર્ટ છે. આમાં ફાસ્ટ CAT-13 4G LTE વર્લ્ડ મોડ મોડેમનો સપોર્ટ છે. આ સિવાય આ ડ્યુલ 4G સિમ સાથે VoLTE અને ViLTEને પણ સપોર્ટ કરે છે.


મીડિયાટેક હીલિયો (MediaTek Helio) G88ની વાત કરીએ તો આમાં 90Hz રિફ્રેશ રેટનો સપોર્ટ મળે છે. આ પ્રોસેસરની મહત્તમ ક્લોક સ્પીડ 2.0GHz છે. આમાં 64 મેગાપિક્સલ કેમેરા સાથે ડ્યુલ કેમેરા બોકેહ, કેમેરા કંટ્રોલ યુનિટ, ઈલેક્ટ્રોનિક ઈમજ સ્ટેબિલાઈઝેશન(EIS) અને રોલિંગ શટર કંપેન્સેશનનો સપોર્ટ મળે છે. આ સાથે જ વોઈસ વેકઅપનો પણ સપોર્ટ મળે છે. બંને ચિપસેટ મીડિયાટેકની હાઈપર એન્જીન 2.0 જનરેશન ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.


Share Market: આ સ્ટોક તમને બનાવી શકે છે માલામાલ! જાણો શું કહે છે Market Guru

Jio Fibre 1 વર્ષ માટે મેળવો એકદમ Free! બસ આ Steps કરો ફોલો

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube