નવી દિલ્હી: Mercedes-Benz એ Vision EQXX કોન્સેપ્ટ કાર 3 જાન્યુઆરી 2022ના રોજ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. આ અહેવાલની જાણકારી ડેમલર ગ્રુપ રિસર્ચ અને મર્સિડીજ બેન્જ કાર્સના સીઓ માર્કસ શેફરએ સોશિયલ મીડિયા લિંકડીન પર આપી છે. તેમણે આ ઈલેક્ટ્રીક કારને કંપની દ્વારા બનાવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી લાંબી રેન્જવાળી ઈલેક્ટ્રીક કાર ગણાવી છે, જેણે એક વાર ચાર્જ કરવા પર 1,000 કિમી સુધી ચલાવી શકાય છે. ભારતીય સંદર્ભમાં જોઈએ તો આ કારને એકવાર ફૂલ કર્યા બાદ દિલ્હીથી નિકળો તો પટણા સુધી પહોંચી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આધુનિક ટેકનિકનો ઉપયોગ
શેફરે જણાવ્યું છે કે ઓટોમેકર એક એવું વાહન બનાવવાનું વિચારી રહી છે જે પરીક્ષણ સિવાય વાસ્તવિક રસ્તા પર 1,000 કિમી સુધી ચલાવી શકાય. તેમણે જણાવ્યું કે બેટરી વપરાશ પર કંપનીનું લક્ષ્ય 1 kWh પ્રતિ 100 કિમી છે. શેફરે વધુમાં ઉમેર્યું હતું કે મર્સિડીઝ-બેન્ઝ EQXX એ માત્ર એક શોકેસ કાર નથી કારણ કે તેની સાથે ઉપયોગમાં લેવાતી ખૂબ જ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ આગામી સમયમાં કંપનીની અન્ય ઈલેક્ટ્રિક કારમાં પણ કરવામાં આવશે.


સૌથી લાંબી રેન્જની કાર!
મર્સિડીઝ-બેન્ઝે ડિઝાઇન અને ટેક્નોલોજી સહિત કારની બાકીની વિગતો વિશે કોઈ માહિતી આપી નથી. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી કારની ઝલકમાં તે સંપૂર્ણપણે અલગ દેખાય છે. તેને અત્યાર સુધીની સૌથી લાંબી રેન્જની કાર માનવામાં આવે છે અને કંપનીએ તેની એરોડાયનેમિક્સ પર પણ ઘણું કામ કર્યું છે. આશા છે કે આ એક મજબૂત અને ઝડપી કાર હશે. કંપની દ્વારા જાહેર કરાયેલી ઝલક પરથી અનુમાન લગાવી શકાય છે કે નવી EV બહુ જલ્દી પ્રોડક્શન સ્ટેજ પર પહોંચી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube