MG Air EV Launch Date: ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓનું બજાર ઝડપથી વધી રહ્યું છે. ટાટા મોટર્સે તાજેતરમાં જ દેશની સૌથી ઇલેક્ટ્રિક કાર Tata tiago EV લોન્ચ કરી છે. આ ગાડીને પહેલાં જ દિવસે 10 હજારથી વધુ બુકિંગ મળી ગઇ. હવે એમજી મોટર્સ પણ ભારતમાં પોતાની સૌથી સસ્તી કાર લાવવા જઇ રહી છે. એમજી મોટર્સે જાહેરાત કરી છે કે ઇન્ડીયન માર્કેટમાં એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર MG Air EV આવવાની છે. તેનું લોન્ચિંગ  2023 ની શરૂઆતમાં થવાની છે. એટલે કે અમે આ ગાડી 2023 Auto Expo માં જોવા મળી શકે છે. આવો જાણીએ આ ગાડી સાથે કેટલીક ડિટેલ્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

300KM સુધી દોડશે
ગ્લોબલ માર્કેટમાં આ ગાડીને Wuling Air ના નામે ઓળખવામાં આવશે. અ બે વર્જન-શોર્ટ વ્હેલબેસ (2 પેસેંજન્સ માટે) અને લોન્ગ વ્હીલબેસ (4 પેસેન્જર્સ માટે) માં આવે છે. જ્યાં શોર્ટ વ્હીલબેસ વર્જનમાં 17.3kWh નું બેટરી પેક મળે છે. જે 200km સુધીની રેંજ ઓફર કરે છે. લોન્ગ વ્હીલબેસ વર્જનમાં 26.7kWh ની મોટી બેટરી છે. જે ફૂલ ચાર્જમાં 300km નો દાવો કરે છે. તેમાં 40PS રિયર-ડ્રાઇવે ઇ-મોટર આપી છે. 

40+ છતાં આ રીતે ફીટ રહે છે મલાઈકા અરોરા?, જાણો સેક્સી ફિગરનું રહસ્ય?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube