બસ 4.99 લાખમાં મળશે EV? આ ઈલેક્ટ્રિક કારે બધાની બોલતી કરી બંધ, જાણો વિગતો
ગ્રાહકોને સસ્તામાં ઈલેક્ટ્રોનિક કારનો ઓપ્શન આપવા માટે કંપનીએ પોતાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કારના ભાવને ઘટાડીને ઓછા ભાવે લોન્ચ કરી છે. હવે તમને એમજીની એક બ્રાન્ડ ન્યૂ ઈલેક્ટ્રિક કાર ફક્ત 4.99 લાખ રૂપિયામાં મળી જશે. વિગતો ખાસ જાણો....
એમજી મોટરે એકવાર ફરીથી કમાલ કરી દેખાડ્યો છે. ગ્રાહકોને સસ્તામાં ઈલેક્ટ્રોનિક કારનો ઓપ્શન આપવા માટે કંપનીએ પોતાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કારના ભાવને ઘટાડીને ઓછા ભાવે લોન્ચ કરી છે. હવે તમને એમજીની એક બ્રાન્ડ ન્યૂ ઈલેક્ટ્રિક કાર ફક્ત 4.99 લાખ રૂપિયામાં મળી જશે. આ ભાવે મળનારી આ કાર હવે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર બની ગઈ છે.
વાત જાણે એમ છે કે એમજી મોટરે ભારતમાં પોતાની ઈલેક્ટ્રિક કારને સસ્તી કરવા માટે બેટરી-એસ-એ-સર્વિસ (BaaS) પ્રોગ્રામ ચલાવે છે જે હેઠળ કોમેટ ઈવીને 4.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમત પર લોન્ચ કરાઈ છે. આ પ્રોગ્રામ કંપનીએ સૌથી પહેલા પોતાની નવી ઈલેક્ટ્રિક કાર એમજી વિન્ડસર ઈવી (MG Windsor EV) સાથે રજૂ કર્યો હતો. હવે કંપની તેમાં Comet EV અને ZS EV ને પણ સામેલ કર્યા છે. જેના પગલે બંને EV ની કિંમત ઘટી ગઈ છે. MG Motor નો ખાસ પ્લાન જાણો.
સબસ્ક્રિપ્શન પેકથી સસ્તી થઈ કાર
ઈલેક્ટ્રિક ગાડીઓમાં બેટરીની કિંમત સૌથી વધુ હોય છે. જે કારની કુલ કિંમતનો લગભગ 55-60% હોય છે. એમજીએ ગ્રાહકો માટે બેટરી-એસ-એ-સર્વિસ પ્રોગ્રામ રજૂ કરીને ફક્ત ઈલેક્ટ્રિક કારને અફોર્ડેબલ બનાવી એવું નથી પરંતુ આ કારોની રીસેલની ચિંતા પણ દૂર કરી છે. બેટરી એજ એ સર્વિસ એક ઈન્ડસ્ટ્રી પ્રોગ્રામ છે જે બેટરીને સબસ્ક્રિપ્શન મોડલ સાથે રજૂ કરે છે, એટલે કે તમારે બેટરીની કિંમત ભાડા તરીકે ચૂકવવાની રહેશે. હવે કોમેટ અને ઝેડએસ ઈવીના ગ્રાહકોએ કારની સાથે પ્રતિ કિલોમીટર બેટરી રેન્ટલ પણ ચૂકવવું પડશે.
કોમેટ ઈવી અને ઝેડએસ ઈવી માટે કેટલા ચૂકવવા પડશે?
હવે વાત કરીએ આખરે બેટરી એજ એ સર્વિસ પ્રોગ્રામ હેઠળ આવ્યા બાદ કોમેટ ઈવી અને ઝેડએસ ઈવી પર બેટરી સર્વિસ હેઠળ કેટલા પૈસા ચૂકવવા પડશે તો જણાવી દઈએ કે MG Comet EV ની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 4.99 લાખ રૂપિયાની સાથે જ બેટરી રેન્ટલ તરીકે 2.5 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના રહેશે. અત્રે જણાવવાનું કે પહેલા એમજી કોમેટ ઈવીની કિંમત 7 લાખ રૂપિયા હતી. જ્યારે MG ZS EVની શરૂઆતની એક્સ શોરૂમ પ્રાઈઝ 13.99 લાખ રૂપિયાની સાથે જ 4.5 રૂપિયા પ્રતિ કિલોમીટર બેટરી રેન્ટલ તરીકે ચૂકવવાના રહેશે. આ સાથે જ તમારા માટે એ જાણવું વધારે ફાયદાકારક રહેશે કે 3 વર્ષ બાદ પણ તમને એમજીની ઈલેક્ટ્રિક કારો પર 60 ટકા એશ્યોર્ડ બાયબેક મળી જશે.
એમજી વિન્ડસર સાથે રજૂ થયો બેટરી સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ
એમજી મોટર ઈન્ડિયાએ ઈન્ડસ્ટ્રી ફર્સ્ટ ઈનિશિએટિવ લેતા આ પ્રકારનો પહેલો પ્રોગ્રામ લોન્ચ કર્યો. જ્યારે કંપનીની નવી ઈલેક્ટ્રિક કાર વિન્ડસર(MG Windsor) બેટરી સબસ્ક્રિપ્શન સાથે આવનારી પહેલી કાર બની. આ કારની શરૂઆતની ઈન્ટ્રોડક્ટરી કિંમત 9.99 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) નક્કી કરાઈ છે. તેની બેટરીને કંપની સબસ્ક્રિપ્શન તરીકે ભાડે આપશે જેનો ચાર્જ 3.5 રૂપિયા પ્રતિ કિલોમીટર છે.