નવી દિલ્હી: આ અઠવાડિયાની શરૂઆતમાં જ ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની (Xiaomi) એ કન્ફોર્મ કરી દીધું હતું કે એમઆઇ નોટ 10  (Mi Note 10)ને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ દુનિયાનો પ્રથમ 108 મેગાપિક્સલ પેંટા કેમેરા સેટઅપવાળો સ્માર્ટફોન છે. હવે કંપનીએ એક ટીઝર પોસ્ટ કરી ખુલાસો કર્યો છે કે Mi Note 10 ના 14 નવેમ્બરના રોજ પોલેન્ડમાં લોન્ચ કરવામાં આવશે. તેનાથી સ્પષ્ટ થાય છે કે Mi CC9 Pro લોન્ચ થયા બાદ 108 મેગાપિક્સલ કેમેરાવાળો ફોન લોન્ચ થશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકસાથે ઘણા ડિવાઇસ પર ઓપરેટ કરી શકાશે વોટ્સએપ, આવી શકે છે નવું ફીચર


તમને જણાવી દઇએ કે 5 નવેમ્બરના રોજ ચીનમાં એક ઇવેન્ટ દરમિયાન કંપની Mi CC9 Pro લોન્ચ કરશે. આ સ્માર્ટફોનમાં પણ 108 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા હશે. આ ફોનમાં પણ રિયલ કેમેરા આપવામાં આવશે. એવું લાગે છે કે આ સ્માર્ટફોનને કંપની Mi Note 10 ના નામથી 14 નવેમ્બરના રોજ પોલેન્ડમાં લોન્ચ કરશે. 5 નવેમ્બરના રોજ Xiaomi એક નવી સ્માર્ટવોચ (Smart Watch) પણ લોન્ચ કરી રહી છે. Mi Note 10 અને Mi CC9 Pro માં ઘણા ફીચર્સ એક સમાન હશે.

Oppo ટૂંક સમયમાં લોન્ચ કરશે ક્વાલકોમ પાવર્ડ ડ્યૂલ મોડ 5G સ્માર્ટફોન



Mi CC9 Pro ના ફીચર્સ
Mi CC9 Pro માં 108 મેગાપિક્સલનો કેમેરો શાઓમીના Mi MIX Alpha સ્માર્ટફોનમાં આવી રહ્યો છે. 108 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા ઉપરાંત તેમાં 13 મેગાપિક્સલનો વાઇડ-એંગલ લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલીફોટો લેન્સ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શાઓમી Mi CC9 Pro સ્માર્ટફોન ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 730G પ્રોસેસરથી પાવર્ડ હશે. આ પ્રોસેસર Oppo Reno 2 માં આપવામાં આવ્યું છે.