નવી દિલ્હી: 4જી આવ્યા બાદથી સસ્તા સ્માર્ટફોનની ડિમાંડ વધી ગઇ છે. જોકે, 4જી સિમકાર્ડ ફક્ત સ્માર્ટફોનમાં સપોર્ટ કરે છે, જેના લીધે તેનું વેચાણ વધી ગયું છે. ખાસકરીને ગ્રામીણ અને નાના શહેરોમાં સસ્તા સ્માર્ટફોનની ડિમાંડ વધુ છે. બજારના આ વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને Micromax ને ione લોન્ચ કર્યો છે. આ ફોનમાં એવું કોઇ નવું ફીચર નથી જેની અલગથી વાત કરવાની જરૂર છે. આ ફોનની સૌથી મોટી ખાસ વાત એ છે કે આ ફક્ત 4,999 રૂપિયાનો છે. માર્કેટમાં હાલ બીજા ફોનના ફીચર્સની તુલના કરીએ તો Micromax ione ખૂબ સસ્તો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે ગુફામાં પીએમ મોદીએ કરી સાધના, તમે પણ આટલા રૂપિયા આપીને લગાવી શકો છો ધ્યાન


આવો Micromax એ ioneના ફીચર્સ જાણીએ છીએ:-
- આ સ્માર્ટફોનમાં 2GB રેમ અને 16GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. મેમરી સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડની મદદથી 128જીબી સુધી વધારી શકાય છે.
- Micromax ના ione માં 19:9 સ્ક્રીન છે.
- તેમાં યૂનીસોકનું એસસી 9863 ઓક્ટાકોર ચિપસેટ લાગેલી છે.
- આ ફોનમાં 5.45 ઇંચ એચડી પ્લસ આઇપીએસ ડિસ્પ્લે છે, જેના ટોપ પર નોચ છે અને તેનો આસ્પેક્ટ રેશ્યો 19:9 છે.
- ione માં 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો અને 5 મેગાપિક્સલ રિયર કેમેરા છે. ખાસવાત એ છે કે તેમાં કેમેરા નવ શૂટિંગ મોડ સાથે છે.
- ione એંડ્રોઇડ 9 પાઇ પર રન કરે છે.
- બેટરીના મામલે આ સ્માર્ટફોન થોડો નબળો છે. તેમાં 2200 MAH ની બેટરી છે.
- આ ફોનની ડિઝાઇન યુવાનોને આકર્ષવા માટે રાખવામાં આવી છે. જે લોકો ઓછા ખર્ચામાં સ્માર્ટફોન યૂઝ કરવા માંગે છે તેમના માટે સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.