નવી દિલ્હી: સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે પોતાના ગ્રાહકોને વિંડોઝ ઓપરેટીંગ સિસ્ટમના જૂના વર્જનને અપડેટ કરવાની વાત કહી છે. કંપનીનું કહેવું છે કે તમારો મહત્વપૂર્ણ ડેટા તથા કોમ્યુટર સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે આ કામ જરૂરી છે. જોકે વિંડોઝ એક્સપી અને સર્વર 2003 પહેલાં જ આઉટ ઓફ સપોર્ટ છે. માઇક્રોસોફ્ત આગામી વર્ષથી વિંડોઝ-7ના સપોર્ટને પણ ખતમ કરવા જઇ રહ્યું છે. કંપનીએ આ સંબંધમાં બ્લોગ દ્વારા જણાવ્યું છે કે જૂના વિંડોના ઉપયોગથી ભવિષ્યમાં વાયરસ કોમ્યુટર તથા ડેટાને નુકસાન પહોંચી શકે છે, જે પ્રકારે વર્ષ 2017માં વાનાક્રાઇ માલવેરની અસર દુનિયાભરમાં જોવા મળી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસથી મોંઘો થઇ જશે આઇફોન, 8,000 રૂપિયા સુધી વધી શકે છે ભાવ


કંપનીએ સિક્યોરિટીની એવી રીતે રીત અપનાવી છે કે જેથી સાઇબર ક્રાઇમ કરનાર કોઇપણ વ્યક્તિ વાયરસ ઉત્પન્ન કરી ડેટા અથવા સિસ્ટમને કોઇ નુકસાન ન પહોંચાડી શકે અને વિંડો ઓપરેટિંગ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે. કંપનીએ પોસ્ટ લખીને વિંડો અપડેટ કરવા સંબંધિત વાતને પુનરાવર્તિત કરતાં કહ્યું કે ભલે એનએલએ (નેટવર્ક લેવલ ઓથેંટિકેશન) લાગૂ છે કે નહી, પરંતુ વિંડો અપડેટ ટૂંક સમયમાં જલદી કરી લો. જેથી, કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વિંડો-8 અને વિંડો-10માં સમસ્યા નડશે નહી. 


માઇક્રોસોફ્ટ એક્સપી અને વિંડોઝ-2003 જેવા ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ બંધ કરી ચૂકી છે, જોકે તેમછતાં લોકો તેનો મોટી સંખ્યામાં ઉપયોગ કરે છે. માઇક્રોસોફ્ટે કહ્યું કે જૂના વિંડોઝનો ઉપયોગ કરી રહેલા લોકોને વિંડોઝ 10માં અપડેટ કરી લેવું જોઇએ. માઇક્રોસોફ્ટે જણાવ્યું કે જૂના વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમને કોઇ બગ નુકસાન પહોંચાડી શકે છે. માઇક્રોસોફ્ટે કોઇ ખાસ જોખમ વિશે જણાવ્યું નથી, પરંતુ કહ્યું છે કે જૂના ડેસ્કટોપ અને જૂના વિંડોઝ પર આગામી સમયમાં હુમલો થઇ શકે છે. 

3 પ્રકારના હોય છે Provident Fund, જાણો ત્રણેય વચ્ચેનું અંતર અને કેટલો મળે છે ફાયદો


એક અનુમાન અનુસાર લગભગ 3-4 ટકા પીસીમાં વિંડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. તેનો અર્થ છે કે કરોડો લોકો પણ વિંડોઝ એક્સપીનો ઉપયોગ કરે છે. તેમાંથી મોટાભાગના ટેક્નોલોજી એકમો, હોસ્પિટલો અને બિઝનેસ છે, જ્યાં તેમની એપ્લિકેશન નવા ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતી નથી.