માઈક્રોસોફ્ટનો એક નિર્ણય...અને કરોડો લેપટોપ થઈ જશે સાવ બેકાર! જાણો કઈ રીતે બચી શકે
માઈક્રોસોફ્ટ હવે પોતાનું ફોક્સ ચેન્જ કરશે. વાત જાણે એમ છે કે કંપની વિન્ડોઝના નવા વર્ઝન પર કામ કરી રહી છે. તેનાથી કંપની પોતાના નવા સોફ્ટવેરમાં નવા ફીચર્સ એડ કરી શકશે. આ જ કારણ છે કે માઈક્રોસોફ્ટ વિન્ડોઝના જૂના વર્ઝન પર વધુ ટાઈમ બગાડવા માંગતી નથી. હાલ કંપની તરફથી જો કે કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નથી.
માઈક્રોસોફ્ટે એક એવો નિર્ણય લીધો છે જેના કારણે હજારો લોકોને તેની અસર થઈ શકે છે અને તેમના પ્રિય લેપટોપ કચરામાં જઈ શકે છે. આથી જો તમારી પાસે પણ આ લેપટોપ હોય તો સમયસર તેમાં ફેરફાર કરી લેજો નહીં તો તમારા લેપટોપ બચશે નહીં. અનેક લોકોના લેપટોપ ફેબ્રુઆરી સુધીમાં સાવ ડેડ થઈ શકે છે. જાણો તેની પાછળનું કારણ...
વાત જાણે એમ છે કે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10 સપોર્ટને સંપૂર્ણ રીતે ખતમ કરવા જઈ રહ્યું છે. હવે આવામાં તમારું લેપટોપ બિલકુલ અપડેટ નહીં હોય અને નવા સોફ્ટવેર અને ચેન્જ તમને મળશે નહી. તેનાથી બચવા માટે તમારે તાબડતોબ નિર્ણય લેવો પડશે. આ સમસ્યાથી બચવા માટે તમે Windows Version માં ફેરફાર કરી શકો છો. આમ કરવાથી તમારું લેપટોપ સુરક્ષિત થઈ શકે છે. પરંતુ પહેલા તમારે એક નિર્ણય લેવો પડશે.
સરકારો માટે પણ એક સમસ્યા ઊભી થઈ શકે છે કારણ તે તેના લીધે ઈ વેસ્ટ ઘણું તૈયાર થશે અને સરકારો તેનાથી બચવાનું પ્લાનિંગ પણ કરી રહી છે. આ એક નિર્ણય લગભગ 480 મિલિયન કિલોગ્રામ વેસ્ટ તૈયાર કરી શકે છે. કારણ કે તેના લીધે લગભગ 240 મિલિયન PC બિલકુલ કામના નહીં રહે. બચવા માટે તમારે સૌથી પહેલા તમારા પીસીના વિન્ડોઝ વર્ઝનને ચેન્જ કરાવવું જોઈએ.
માઈક્રોસોફ્ટ હવે પોતાનું ફોક્સ ચેન્જ કરશે. વાત જાણે એમ છે કે કંપની વિન્ડોઝના નવા વર્ઝન પર કામ કરી રહી છે. તેનાથી કંપની પોતાના નવા સોફ્ટવેરમાં નવા ફીચર્સ એડ કરી શકશે. આ જ કારણ છે કે માઈક્રોસોફ્ટ વિન્ડોઝના જૂના વર્ઝન પર વધુ ટાઈમ બગાડવા માંગતી નથી. હાલ કંપની તરફથી જો કે કોઈ સ્પષ્ટીકરણ આવ્યું નથી. પરંતુ પીસીને બચાવવા માટે તમારે આજે જ વિન્ડોઝનું વર્ઝન ચેન્જ કરાવવું હિતાવહ છે. આ જ કારણ છે કે તમારે 1 જાન્યુઆરી પહેલા તમારા પીસીને અપડેટ કરાવી લેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube