માઈક્રોસોઇફ્ટે એમએસ વર્ડની શરૂઆત વર્ષ 1983માં કરી હતી. ત્યારથી જ વર્ડ ફોર્મેટિંગ માટે એમએસ વર્ડને ખુબ પસંદ કરવામાં આવે છે. વર્ડની લોકપ્રીયતાનું સૌથી મોટુ કારણ છે કે તેને એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તેમા વર્ડ ફોર્મેટિંગના લગભગ બધા જ કામોને આસાનથી કરી શકાય છે. પરંતુ શું તમે આ સોફ્ટવેરના બધા જ ફીચર્સને જાણો છો. આ રિપોર્ટમાં અમે આપને એમએસ વર્ડના કેટલાક મજાના ફીચર્સ અંગે જણાવીશું. જેનાથી આપ આ સોફ્ટવેર અને વર્ડ ફોર્મેટિંગના એક્સપર્ટ બની જશો. તો ચાલો જાણીએ કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ અંગે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટાર્ટ ટાઈપિંગ એનીવેયર
ક્યારેક ક્યારેક આપ વર્ડમાં ટાઈપિંગ પેજ એકદમ શરૂઆતથી શરૂ નથી કરતાં. માની લો કે આપને પેજની વચ્ચેથી લખવાનું શરૂ કરવું છે. તેવામાં આપને વારંવાર ઈંટર અને સ્પેસ બટન દબાવીને કર્સરને તે જગ્યા પર લઈને જવું પડે છે. પરંતુ આ સિવાય આપ માત્ર ડબલ ક્લિક કરીને પણ આ કામ કરી શકો છો. જે જગ્યા પરથી આપને ટાઈપિંગ શરૂ કરવું છે આપે તે જગ્યા પર માત્ર ડબલ ક્લિક કરવાનું છે. એમએસ વર્ડ આપને કર્સર સીધુ ત્યાં જ મોકલી દેશે.

આ છે વિશ્વની સૌથી ડરામણી જેલ, જ્યાં કેદીઓને આવી જાય છે ધ્રુજારી


ફોકસ મોડ
એમએસ વર્ડ પર એક ફોકસ મોડ પણ છે. જેનો ઉપયોગ આપ ટેક્સ્ટને વાંચતા સમયે કરી શકો છો. આ મોડ બધા જ ડિસ્ટ્રેક્ટશન્સને બંધ કરી દે છે. બેકગ્રાઉન્ડની વ્હાઈટ સ્પેસ અને રિબન મેન્યૂને પણ છુપાવી દે છે. ફોકસ મોડને એક્ટિવેટ કર્યા પછી આપને સ્ક્રિન પર સાફ વર્કપ્લેસ જોવા મળે છે. ફોકસ મોડને ઓન કરવા માટે આપને વ્યુ ટેબ પર જવા પછી ફોકસ મોડને સિલેક્ટ કરવાનું રહેશે.


પીડીએફને વર્ડ ડોક્યુમેન્ટમાં બદલી શકો છો
આપણે જાણીએ છીએ કે વર્ડ ડોક્યુમેન્ટને પીડીએફમાં કનવર્ટ કરવુ કેટલુ ફાયદાકારક છે. પરંતુ આપણને એ નથી ખબર કે પીડીએફને કેવી રીતે વર્ડ ડોક્યુમેન્ટમાં કનવર્ટ કરવું. જેના પછી આપ પીડીએફ ફાઈલમાં બદલાવ પણ કરી શકો છો. તેના માટે આપને એમએસ વર્ડમાં ફાઈલ ઑપ્શનમાં ક્લિક કરીને ઓપનમાં જઈને પીડીએફ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું છે.

લોકોની નજર જેકલીનની ફાટેલી બ્રા પર અટકી ગઇ અને પછી તો...


આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લિસ્ટ બનાવવું
જો આપના પાસવર્ડ ડૉક્યુમેન્ટમાં એક લિસ્ટ છે અને આપ તેને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં વ્યવસ્થિત સેટ કરવું છે. તો એસએસ વર્ડમાં તે ફીચર છે. તેમાટે આપને તે ટેક્સ્ટ સિલેક્ટ કરવાનું છે જેને આપ વ્યવસ્થિત સેટ કરવું છે. તેના પછી હોમ ટેબ પર જઈને સોર્ટ આઈકોન પર ક્લિક કરવાનું છે. જેના પછી એક ડાઈલોગ બૉક્સ ઓપન થશે. તેમાં આપ પેરામીટર સેટ કરીને આપ ટેક્સ્ટને વ્યવસ્થિત સેટ કરી શક્શો. આપ આલ્ફાબેટિકલ અને રિવર્સ આલ્ફાબેટિકલ ઑર્ડર પણ સિલેક્ટ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube