નવી દિલ્હી: સ્માર્ટફોન મેકર શાઓમી પોતાના લેટેસ્ટ કસ્ટમ યૂઝર ઇન્ટરફેસ MIUI 11 ભારતમાં 16 ઓક્ટોબરના રોજ લોન્ચ કરશે. તેને Redmi Note 8 Proની સાથે જ લોન્ચ કરવામાં આવશે. કંપની Redmi Note 8 Pro માં MIUI 11 આઉટ-ઓફ-ધ-બોક્સ આપી શકે છે, અથવા પછી લોન્ચ કર્યા બાદ તેનો ઓટીએ અપડેટ રિલીઝ કરવામાં આવી શકે છે. શાઓમી Redmi 7, Redmi Note 7, Redmi Note 7 Pro અને Redmi K20 યૂઝર્સ માટે ચાઇના સ્ટેબલ બિલ્ડ પહેલાં જ રોલ-આઉટ કરી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Honor લાવી રહ્યું છે પોપ-અપ કેમેરાવાળું પ્રથમ સ્માર્ટ TV, 14 ઓક્ટોબરે થશે લોન્ચ


ભારતમાં Redmi 8 ના લોન્ચ સાથે જ શાઓમીએ અનાઉન્સ કર્યું હતું કે Redmi Note 8 Pro ને 64 મેગાપિક્સલ ક્વોડ કેમેરા સેટઅપ સાથે આગામી અઠવાડિયે 16 ઓક્ટોબરના રોજ લોન્ચ કરશે. હવે સામે આવ્યું છે કે MIUI 11 ગ્લોબલ સ્ટેબલ રોમ પણ આ સ્માર્ટફોનના લોન્ચિંગ ઇવેન્ટમાં ભારતીય યૂઝર્સ માટે એનાઉન્સ કરવામાં આવી શકે છે. સાથે જ શાઓમી તે સ્માર્ટફોન્સની લિસ્ટ પણ શેર કરી શકે છે, જેમાં લેટેસ્ટ MIUI 11 અપડેટ આગામી દિવસોમાં જોવા મળશે. 


આ ડિવાઇસિઝને અપડેટ
Redmi Note 8 Pro ને ચીનમાં MIUI 10 ની સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારતમાં આ ડિવાઇસ આઉટ-ઓફ-ધ-બોક્સ જ MIUI 11 સાથે લોન્ચ થઇ શકે છે. આ રોમને અપડેટ દ્વારા પણ રોલઆઉટ કરી શકાય છે. Redmi K20 સીરીઝ અને Redmi Note 7 Pro તે સ્માર્ટફોન્સમાં સામેલ હોઇ શકે છે, જેમને સૌથી પહેલાં આ અપડેટ મળશે. સાથે જ Poco F1 ને પણ MIUI 11 અપડેટ મળશે, જેથી પોકોઇ ઇન્ડીયના જનરલ મેનેજર સી મનમોહન પહેલાં જ કન્ફોર્મ કરી ચૂક્યા છે. 

MOTO એ લોન્ચ કર્યો વધુ એક ધાંસૂ ફોન, ઓછી કિંમતમાં દમદાર ફીચર્સ


મળશે આ નવા ફીચર્સ
MIUI 11 શાઓમીનું લેટેસ્ટ એંડ્રોઇડ બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે, જેમાં ઘણા બધા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં સિસ્ટમ વાઇડ-ડાર્ક મોડ, નવા ડાયનેમિક સાઉન્ડ ઇફેક્ટ, ડાયનેમિક ફોન્ટ સ્કેલિંગ, નવા રિમાઇન્ડર ફિચર્સ, Mi ગો ટ્રાવેલ અને Mi વર્ક સ્વીટ જેવા નવા ઓપ્શન સામેલ છે. શાઓમી 16 ઓક્ટોબરના રોજ આ રોમમાં મળનાર ઘણા નવા ફીચર્સ વિશે પણ ડિટેલ્સ શેર કરે છે. સાથે જ સારી પરફોમન્સ અને સ્પીડ પણ આ યૂઆઇ સાથે એનિમેશનમાં જોવા મળશે.