જો તમને હાર્ટની સમસ્યા છે, તો હાર્ટ એટેકથી બચાવશે આ મોબાઇલ એપ
હૃદયની બીમારીની સારવાર યોગ્ય સમયે ન કરાવો તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હૃદયની ગતિના અસમાન કે વધારે ઝડપથી ધડકવાની ક્રિયાને ધમની ફાઇબરિલેશન કહે છે.
લંડનઃ શોધકોએ એક એવી મોબાઇલ એપ વિકસિત કરી છે, જે હાર્ટ એટેક માટે જવાબદાર ધમની ફાઇબરિલેશનની ઓળખ કરી શકશે. હૃદયની ગતિના અસમાન કે વધારે ઝડપથી ધડકવાની ક્રિયાને ધમની ફાઇબરિલેશન કહે છે. તેમાં હાર્ટ એટેક, હૃદયનું કામ બંધ થવુ અને હૃદય સંબંધિત અન્ય સમસ્યાઓનો ખતરો વધી જાય છે. હાર્ટ એટેકને રોકવા માટે યોગ્ય સમયે તેની ઓળખ કરવી ખૂબ જરૂરી છે.
કેમ મહત્વપૂર્ણ છે શોધ
ફિનલેન્ડમાં ટુર્કૂ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર જુહાની એરાક્સિનેને કહ્યું, પહેલીવાર સામાન્ય ઉપકરણ તેવી સ્થિતિ પર પહોંચી ગયું છે, જેનાથી તે દર્દીઓની ચિકિત્સામાં સહાયતા પ્રદાન કરી શકે. ધીમે ધીમે ધમની ફાઇબરિલેશન થવાને કારણે વર્ષો સુધી ડોક્ટરોને પણ તેનો ખ્યાલ આવતો ન હતો. તેથી આ શોધ વધુ મહત્વપૂર્ણ છે.
કેમ થઈ શોધ
શોધ દરમિયાન 300 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. આ શોધમાં લગભગ અડધા લોકો ધમની ફાઇબરિલેશનથી પીડિત હતા. શોધકર્તાઓ સ્માર્ટફોનની સહાયતાથી રોગની ઓળખ કરવામાં સફળ રહ્યા. શોધકર્તાઓ પ્રમાણે, તેમાં લગભગ 96 ટકા પ્રમાણિત પરિણામ મળ્યા. શોધકર્તાઓ અનુસાર આ એપને થોડા સમય સુધી વધુ વિકસિત કરવામાં આવશે. અહીં સુધી પહોંચવામાં સાત વર્ષ લાગ્યા છે.
હાર્ટ એટેકના લક્ષણ
હાર્ટ એટેક આવતા પહેલા કેટલાક લક્ષણો સામાન્ય હોય છે. જેનાથી હાર્ટ એટેકની સંભાવનાઓનો ખ્યાલ આવે છે. આ સમયે શ્વાસ ફૂલવો સામાન્ય વાત છે. તેવામાં વધુ પરસેવો, માથામાં દુખાવો અને બળતરા, ઉલ્ટી આવવી, ચક્કર આવવા, ગભરાટ થવો અને પેટમાં દુખાવો અનુભવાય છે.