નવી દિલ્હી: ચાલુ નાણાકીય વર્ષ (2019-20)ની બીજી છમાસિકમાં ટેલિકોમ સેવાઓની કિંમતો વધવાની આશા છે. એડલવીસના એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. દરોમાં વધારાનું કારણ એ છે કે મોબાઇલ બ્રોડબ્રેંડ સેવાઓનો પગપેસારો ઘણી હદે વધી ચૂક્યો છે અને સંતૃપ્ત બિંદુ (સેચુરેશન પોઇન્ટ) સુધી પહોંચવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઇલ બ્રોડબ્રેંડ ગ્રાહકોનો પગપેસારો 65 ટકા સુધી થયો
'ટેલીકોમ ડેલાઇટ અગેન' શીર્ષકવાળા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 'અમારું અનુમાન છે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા નાણાકીય વર્ષ 2019-20ની બીજી છમાસિકમાં વધારો કરવામાં આવશે, કારણ કે મોબાઇલ બ્રોડબ્રેંડ ગ્રાહકોનો પગપેસારો 65 ટકા સુધી થઇ ચૂક્યો છે. 

આગામી સમયમાં લોન સસ્તી થવાની આશા, RBI ઘટાડી શકે છે વ્યાજ દર


નાની કંપનીઓનું મોટી કંપનીઓમાં થાય છે વિલય
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 'સામાન્ય રીતે સેવાઓનો ઓછો પગપેસારો હોવાના કારણે સર્વિસ પ્રોવાઇડર બજારમાં ભાગદારી વધારવા માટે ભાવને ઓછો રાખે છે, તેનાથી બજારમાં કિંમતોમાં સ્પર્ધા વધે છે અને નાની કંપનીઓને મોટી કંપનીઓમાં વિલય થવા લાગે છે. 

આ કંપનીએ લોન્ચ કર્યો 5000 mAh બેટરીવાળો ફોન, કિંમત ફક્ત 1699 રૂપિયા


જિયોનું 40 કરોડ ગ્રાહક પ્રાપ્ત કરવાનું લક્ષ્ય
રિલાયન્સ જિયોને લઇને એડલવીસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, 'પોતાના લોન્ચ થયાના 10 ત્રિમાસિક બાદ અને મહેસૂલમાં 30 ટકા ભાગીદારી પ્રાપ્ત કર્યા બાદ અમારું માનવું છે કે કંપની 40 કરોડ ગ્રાહકોના લક્ષ્યને પ્રાપ્ત કર્યા બાદ કિંમતો વધારશે અને ગુણોત્તરમાં સુધારો થશે.' તેમણે કહ્યું કે જિયોના મેનેજમેન્ટે લોન્ચિંગ વખતે કહ્યું હતું કે 40 કરોડ ગ્રાહક પ્રાપ્ત કરવાનું તેમનો મુખ્ય ટાર્ગેટ છે.