કંગાળ પાકિસ્તાનમાં ભારત કરતા પણ સસ્તો છે મોબાઈલ ડેટા, જાણો કયાં દેશમાં છે સૌથી મોંઘો
ભારતમાં મોબાઇલ ડેટા ખુબ સસ્તો છે. પરંતુ દુનિયામાં ત્રણ એવા દેશ છે જ્યાં ભારત કરતા પણ સસ્તો ડેટા છે. દુનિયામાં સૌથી સસ્તો મોબાઇલ ડેટા ઇઝરાયલમાં છે. જેટલામાં ભારતમાં એક જીબી ડેટા આવે છે, તેમાંથી ઈઝરાયલમાં આઠ જીબી ડેટા ખરીદી શકો છો.
નવી દિલ્હીઃ ભારત દુનિયાના તે ટોપ પાંચ દેશોમાં સામેલ છે, જ્યાં મોબાઈલ ડેટા સૌથી સસ્તો છે. પરંતુ દુનિયાના ત્રણ દેશોમાં મોબાઇલ ડેટા ભારતથી પણ સસ્તો છે. તેમાં પાકિસ્તાન પણ સામેલ છે. Cable.co.uk પ્રમાણે ભારતમાં જ્યાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત 0.16 ડોલર એટલે કે આશરે 13.28 રૂપિયા છે. તો પાડોશી દેશ પાકિસ્તાનમાં એક જીબી મોબાઇલ ડેટા તમને 0.12 ડોલર એટલે કે 9.96 રૂપિયામાં મળી જશે. જો દુનિયામાં સૌથી સસ્તા ડેટાની વાત કરીએ તો તે ઇઝરાયલમાં છે. ત્યાં તમારે એક જીબી ડેટા માત્ર 0.02 ડોલર એટલે કે આશરે 1.66 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે ભારતમાં તમને જેટલામાં 1 જીબી ડેટા મળે છે, એટલામાં ઇઝરાયલમાં તમને 8 જીબી ડેટા મળી જશે.
પાકિસ્તાન અને ઇઝરાયલ સિવાય ઇટલીમાં પણ મોબાઇલ ડેટાની કિંમત ભારતથી સસ્તી છે. ઇટલીમાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત 0.09 ડોલર એટલે કે 7.47 રૂપિયા છે. સૌથી સસ્તા ડેટાના મામલામાં ભારત બાદ ફ્રાન્સ, બાંગ્લાદેશ, રશિયા, યુક્રેન, ઉરૂગ્વે, ઈન્ડોનેશિયા, મલેશિયા અને ચીનનો નંબર છે. બાંગ્લાદેશમાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત 0.23 ડોલક છે, જ્યારે ચીનમાં તે 0.38 ડોલર છે. નાઇજીરિયા, બ્રાઝીલ, તુર્કી, ઓસ્ટ્રેલિયા અને સ્પેનમાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત 0.50 ડોલરથી ઓછી છે. આ રીતે ઓસ્ટ્રેલિયા, યુકે, ચિલી, મિસ્ત્ર અને ડેનમાર્કમાં એક જીબી મોબાઈલ ડેટાની કિંમત એક ડોલરથી ઓછી છે.
સૌથી મોંઘો ડેટા
આર્જેન્ટીનાની નજીક સ્થિત બ્રિટનના કંટ્રોલવાળા દેશ ફાકલેન્ડ આઈલેન્ડ્સમાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત દુનિયામાં સૌથી વધુ છે. Cable.co.uk પ્રમાણે જ્યાં સુધી એક જીબી મોબાઇલ ડેટા માટે તમારે 40.58 ડોલર ખર્ચ કરવા પડશે. બીજા નંબર પર સ્વિત્ઝર્લેન્ડ છે. યુરોપના પ્લેગ્રાઉન્ડ કહેવાતા આ દેશમાં એક જીબી મોબાઈલ ડેટાની કિંમત 7.29 ડોલર છે. અમેરિકામાં તેની કિંમત છ ડોલર છે, જ્યારે કેનેડામાં 5.37 ડોલર. સાઉથ કોરિયામાં એક જીબી મોબાઇલ ડેટાની કિંમત 5.01 ડોલર, યુએઈમાં 4.61 ડોલર, નોર્વેમાં 4.07 ડોલર, જાપાનમાં 3.48 ડોલર, સ્વીડનમાં 2.33 ડોલર, જર્મનીમાં 2.14 ડોલર, મેક્સિકોમાં 2.03 ડોલર, સાઉથ આફ્રિકામાં 1.81 ડોલર અને પોર્ટુગલમાં 1.79 ડોલર છે.